શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે હાલમા દીવાળી થી દેવ દિવાળી સુધી ભકતો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે દર વર્ષે બેસતા વર્ષના દીવસે અન્નકૂટ યોજવામાં આવતો હતો પણ આ વર્ષે સુર્ય ગ્રહણ નાં પગલે અન્નકૂટ આજે યોજવામા આવ્યો હતો.
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ યોજવામાં આવતો હતો,પરંતુ આ વખતે બેસતા વર્ષના એક દિવસ અગાઉ સૂર્યગ્રહણ હોઈ મીઠાઈ ભોગ ધરાવતી વખતે પણ ગ્રહણનો વેદ લાગતો હોઈ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આજે બુધવારે અન્નકૂટ યોજવામાં આવ્યો હતો અને બપોરે રાજભોગ આરતી પણ કરવામાં આવી હતી 56 ભોગનો અન્નકૂટ ભટ્ટજી મહારાજ દ્વારા ધરાવવામાં આવ્યો હતો.
અંબાજી પ્રહલાદ પૂજારી