અંબાજી ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણે માતાજીના ભક્તિ ભાવપૂર્વક દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મંત્રીશ્રીએ ગર્ભગૃહમાં માતાજી સમક્ષ શિશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે માતાજીને પ્રાર્થના કરી હતી.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરના ટેમ્પલ ઇન્સપેક્ટરશ્રી સતીષભાઇ ગઢવીએ માતાજીનો ખેસ પહેરાવી મંત્રીશ્રીનુ સ્વાગત કર્યું હતું.
અંબાજી પ્રહલાદ પૂજારી