શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમા ઉદેપુર અને અન્ય વિસ્તારોમાં બનેલી ઘટનાઓ ફરીથી ના બને તે માટે વહીવટી તંત્ર અને પોલીસતંત્ર એક્ટિવ છે ત્યારે અંબાજી ખાતે 90 ટકા કરતા વઘુ હિંદુ સમુદાયની વસ્તી ધરાવે છે ત્યારે આજે અંબાજી ની પ્રજાપતી ધર્મશાળા મા બપોરે 4 વાગે હિંદુ હિત રક્ષા સમિતિ દ્વારા પત્રકાર પરિષદ નુ આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં પત્રકાર મિત્રો,આગેવાનો અને હિંદુ હિત રક્ષક સમિતિના આયોજકો હાજર રહ્યા હતા.
આજની મીટીંગમા જણાવવામા આવ્યું હતું કે અંબાજીને હિંદુ ધામ બનાવવું અને આ ધામને અશાંત ધારા હેઠળ આવરી લેવામાં આવે. અંબાજી આસપાસના વિસ્તાર મા હાલમાં અમુક તત્ત્વો વસવાટ કરી રહ્યા છે અને આ લોકોની વસ્તી ખુબજ વધી રહી છે ત્યારે અંબાજી ખાતે આવતા માઈ ભક્તોની સુરક્ષા અને સલામતી તેમજ અંબાજી ખાતે રહેતાં સ્થાનીક લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ બેઠક યોજાઇ હતી. આવનારા દિવસોમાં હિંદુ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ કામગીરી પ્રારંભ કરાવવામાં આવશે.
@@ અંબાજીધામના લોકો 15 જુલાઈના દિવસે રોજગાર બંદ રાખી અશાંતધારાને સમર્થન આપશે @@
હિંદુ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આજની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે 15 જુલાઈના દિવસે અંબાજી ધામના તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંદ રાખીને હિંદુ હિત રક્ષક સમિતિની ભવ્ય રેલીમાં વધુમા વધુ જોડાય અને અશાંત ધારા ના કાયદાને સમર્થન આપે.
@@ અશાંત ધારો શું છે?આ કાયદાને ટૂંકમાં સમજો@@
જે વિસ્તારમાં અશાંત ધારો લાગું કરાવમાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે, અને જો મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે.
જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે, અને કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો ગણાય છે. અશાંત ધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઇ હોય તેમાં કલેક્ટરને કોઈ શંકા જાય તો ‘સુઓ મોટો’ ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરીને મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને એની મિલકત પાછી અપાવી શકે એવી સત્તા અપાવામાં આવે છે.
અંબાજી પ્રહલાદ પૂજારી