શક્તિ ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
ત્યારે અંબાજી ધામ મા ભાદરવી મહાકુંભ, નવરાત્રી સહિત દિવાળી ના તહેવારો મા મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે ત્યારે અંબાજી આસપાસ વિધર્મી લોકોની સંખ્યા મોટી સંખ્યામાં વધતા અને રાજસ્થાનની ઉદેપુર ની ઘટના બાદ હિંદુ હિત રક્ષા સમિતિ દ્વારા અંબાજી ખાતે સવારે ભવ્ય ભગવા રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
અંબાજી ખાતે 15 જુલાઈના રોજ સવારે ખોડીવડલી સર્કલ પર મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને અંબાજીના તમામ લોકો પોતાનાં રોજગાર ધંધા બપોર સુધી બંદ રાખી રેલીમાં જોડાયા હતા ત્યારબાદ અંબાજી સર્કલ ઓફિસર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું
અંબાજી પ્રહલાદ પૂજારી