શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે અંબાજી મંદિર ના 7 નંબર વીઆઇપી ગેટ પાસે સાંજે 5:30 વાગે ભારે વરસાદના પગલે રોડ પર બે બાળકી પસાર થઈ રહી હતી અને અચાનક પાણીનો પ્રવાહ એકાએક વધતા આ બાળકી તણાઈ જવા પામી હતી જે જોઈને આ મહીલા હોમગાર્ડ નયનાબેન મનોજભાઈ પરમાર એ એક સેકન્ડનો વિચાર કર્યા વિના દોડીને બાળકીનો જીવ બચાવ્યો હતો.
ગુજરાતમા અને દેશમાં ઘણા આવા બહાદુર લોકો છે જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે ત્યારે ચોક્કસ પણે કહી શકાય છે કે અંબાજી મંદિર ના 7 નંબર ગેટ થી દોડીને બાળકીનો જીવ બચાવનાર મહીલા હોમગાર્ડ જવાનનું સન્માન થવું જોઈએ
અંબાજી પ્રહલાદ પૂજારી