શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. 2020 માં કોરોના આવ્યા બાદ વિવિધ તહેવારો પર પ્રતિબંધ આવ્યા હતા પરંતુ 2022માં તમામ પ્રતિબંધો હટી જતા ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે 5 થી 10 સપ્ટેમ્બર ભાદરવી મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજી મા ભાદરવી મહાકુંભ કોરોના કાળ બાદ પ્રથમવાર યોજાઈ રહ્યો છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તરફથી દર્શન પથ પર રેલિંગ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભાદરવી મેળાના દિવસો ઓછા બચ્યા હોય તંત્ર તરફથી કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અંબાજી પ્રહલાદ પૂજારી