શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન ની સરહદ પર આવેલું છે.અંબાજી ખાતે સીબીએસઈ સ્કુલ ન હોવાના લીધે અંબાજી ના મોટાભાગના બાળકો આબુરોડ અને માવલ ની સ્કુલમાં અભ્યાસ કરવા જાય છે.અંબાજી ભાટવાસ દશા માતાના મંદિર નજીક તનીશ કમલેશભાઈ જોશી છેલ્લા 5 વર્ષ થી રાજસ્થાનના માવલ ખાતે આવેલી ધ ઉમ્મેદ ઇન્ટરનેશનલ સ્કુલના ધોરણ 9 મા અભ્યાસ કરે છે.
તાજેતરમાં હરીયાણાના ફરીદાબાદ ખાતે ડીએલ ઇન્ટરનેશનલ જીમનાસ્ટીક ચેમ્પીયનશીપ મા ધ ઉમ્મેદ ઇન્ટરનેશનલ સ્કુલના 9 વિધાર્થીઓએ ભાગ લીધો હતો જેમા અંબાજીના તનીશ જોશીએ ત્રીજો નંબર મેળવી અંબાજી અને તેમના પરીવારનું નામ રોશન કરેલ છે.
27 રાજ્ય અને કેન્દ્રશાસીત પ્રદેશમાં આવેલી તમામ બોર્ડીંગ શાળાના વિવિધ વિધાર્થીઓ ફરીદાબાદ ખાતે ડીએલ ઇન્વીટેશનલ જીમનાસ્ટીક ચેમ્પિયનશીપ મા ભાગ લેવા પહોંચ્યા હતા જેમા અંડર 14 મા તનીશ જોશીએ ફ્લોર એક્સરસાઇઝ મા જીતીને ત્રીજો નંબર વોલટીંગ હોર્સ મા પ્રાપ્ત કર્યું હતુ.એશીયન ગેમ્સ અને કોમન વેલ્થ ગેમના મેડાલીસ્ટ (અર્જુન એવોર્ડ )ના વીનર રહી ચુકેલા આશીષ કુમાર ના હસ્તે તનીશ જોશીએ ને મેડલ પહેરાવવામાં આવ્યો હતો. ધ ઉમ્મેદ ઇન્ટરનેશનલ સ્કુલના જીમનાસ્ટીક કોચ લલીતસિંહ બાળકોને લઈને ફરીદાબાદ ગયા હતા. તનીશ જોશી માત્ર 14 વર્ષનો છે અને આગળ દેશનું નામ રોશન કરવા માંગે છે
અંબાજી પ્રહલાદ પૂજારી