અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામા આવે છે. અંબાજી દાંતા તાલુકામાં આવેલું છે. દાંતા તાલુકામાં 212 નાના મોટા ગામો આવેલા છે .
અંબાજી દાંતા વિસ્તારની કોર્ટ કચેરી દાંતા ખાતે આવેલી છે ત્યારે વિવિધ પ્રકારના કેસો અહી ચાલે છે. વાત કરવામાં આવે તો અંબાજીના તેજપાલ રબારી એ પોતાનાં મિત્ર રાજુ માળી પાસેથી અવારનવાર મિત્રતાના નામે રૂપીયા ઉછીના લેતા હતા અને પરત આપતા હતા આથી આરોપી અને ફરિયાદી વચ્ચે સારા સબંધ બની ગયા હતા ત્યારબાદ રાજુ માળી ને 2017 મા પોતાની શીક્ષિકા પત્ની સાથે લગ્ન કરવાના હોઇ તેજારામ રબારી પાસે થી ઉછીના નાણાં લીધાં હતાં અને પરત આપવા માટે ચેક આપ્યા હતા અને સમયસર નાણાં ન આપતા ચેક રિટર્ન બાબતનો કેસ ફરિયાદી તરફથી દાખલ કરવામાં આવ્યો હતો જેમાં નામદાર કોર્ટ દ્વારા આરોપીને 2 લાખ રૂપિયા અને 1 વર્ષની સજા ફટકારી હતી. અને આરોપી 60 દિવસમાં નાણાં ન ચૂકવે તો વઘુ ત્રણ માસની સજા ભોગવવી પડશે.
ફરિયાદીના વકીલ પી.એ. પઢિયાર ની ધારદાર રજૂઆત ને પગલે આરોપી સામે કાયદાનો સકંજો કસાયો હતો. આરોપી તે વખતે બીએસસીસી કોમ્પલેક્ષ મા ખેતલા આપા ટી સ્ટોલ ચલાવતો હતો.
@@ કોર્ટે શુ ઉલ્લેખ કર્યો @@
ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમઃ૨૫૫(૨) અન્વયે આ કામનાં આરોપીઃમાળી
રાજેશ કુમાર ચંદુજી , રહેઃખેતલા આપા ટી સ્ટોર , બી . એસ . સી . સી . કોમ્પલેક્ષ , ડી . કે .
સર્કલ પાસે , અંબાજી , તાઃદાંતાવાળાને તેમની સામેના આક્ષેપીત નેગોશીયેબલ
ઇન્સટ્રુમેન્ટ એકટ-૧૮૮૧ ની કલમઃ૧૩૮ અન્વયેનાં ગુન્હામાં તકસીરવાન ઠરાવીને
૧ ( એક ) વર્ષની સખ્ત કેદની સજા કરવામાં આવે છે.
2. વધુમાં આરોપીએ,ક્રિમિનલ પ્રોસીજર કો1ની કલમઃ૩૫૭(૩)અન્વયે, ફરીયાદીને ,
૱ ૨ , ૦૦ , ૦૦૦ /- ( અંકે રૂપીયા બે લાખ પુરા ) વળતર સ્વરુપે આ હુ
કામની
તારીખથી દિનઃ૬૦ ( સાંઇઠ ) માં ચુકવી આપવાનો હુકમ કરવામાં આવે છે અને કસુર
થયેથી, આરોપીએ, અલગથી વધુ ૩ ( ત્રણ ) માસની સાદી કેદની સજા ભોગવવાનો
પણ હુ
કમ કરવામાં આવે છે.
3. ક્રિમિનલ પ્રોસીજર કો1ની કલમઃ૩૬૩(૧) અન્વયે, આ ચુકાદાની એક નકલ વીના
મૂલ્યે આરોપીને તાત્કાલીક પુરી પાડવી.
4. આરોપીના જામીન અને જાતમુચરકા રદ ગણવાનો હુ
કમ કરવામાં આવે છે.
5. હુકમ મુજબ પાકું સજા વોરંટ ભરવુ,હુકમ આજરોજ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી,જાહેર કર્યો.
અંબાજી પ્રહલાદ પૂજારી