શક્તિ ભક્તિ અને અસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. થોડા સમયમાં સ્વતંત્રતા દિવસ પર્વની ઉજવણી થઈ રહી છે. અંબાજી ખાતે આજે સવારે 9 વાગે શ્રી શક્તિ સેવા કેન્દ્ર ના ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઇ હતી. 51 શક્તિપીઠ સર્કલ થી તિરંગા યાત્રા નો પ્રારંભ થયો હતો.અંબાજીના તમામ માર્ગો પર આ તિરંગા યાત્રા યોજાઇ હતી.
હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત અંબાજી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાથ મા તિરંગો લઈને જોડાયાં હતાં અને મોટી સંખ્યામાં શાળાના બાળકો સહિત ગ્રામજનો જોડાયાં હતાં આમ આજે અંબાજી ધામ દેશભક્તિ ના રંગે રંગાયું હતું
અંબાજી પ્રહલાદ પૂજારી