શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે આજે સવારે તિરંગા યાત્રા ની શરૂઆત થઈ હતી. અંબાજી થી નડાબેટ સુધી આ યાત્રા 3 દીવસ સુધી આખા જીલ્લામાં ફરી નડેશ્વરી માતાજીના મંદિરે સમાપન થશે.
આજે નવી કોલેજ આગળ થી 1551 ફૂટનો વિશાળ તિરંગા યાત્રા શરૂ થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને દરેક લોકો હાથમાં તિરંગા સાથે જૉવા મળ્યા હતા. ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર જી, શંકર ચૌધરી, પરબત પટેલ સહિતના નેતાઓ,આગેવાનો , કાર્યકરો સહિતના લોકો જોડાયા હતા
અંબાજી પ્રહલાદ પૂજારી