દેશમાં સૌથી અઘરીમાં અઘરી ગણાતી પરીક્ષા UPSC પાસ કરવી ખુબજ અઘરી છે, પણ અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.આજે યુપીએસસી પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું છે અને દેશના અલગ અલગ રાજ્યોના ઘણા વિદ્યાર્થીઓ અલગ અલગ રેન્કિંગ સાથે પાસ થયા છે.
અંબાજીના માર્બલના વેપારી ધર્મેન્દ્રભાઈ રાજપૂતના દીકરા દિલ્હી ખાતે રહીને યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતા હતા અને અંકિતકુમાર ધર્મેન્દ્રભાઈ રાજપુત યુપીએસસી પરીક્ષા પાસ કરીને તેમના પરિવારનું અને ગામનું નામ રોશન કરેલ છે.
યુપીએસસી પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્કિંગ 427 ક્રમાંક સાથે અંકિતકુમાર ધર્મેન્દ્રભાઈ રાજપુત દિલ્લી ખાતે યુપીએસસીની તૈયારી કરતા હતા અને રોજના 12 કલાક અભ્યાસ કરતા હતા. અઘરીમાં અઘરી પરીક્ષા માટે એક લક્ષ રાખીને તેઓ પરીક્ષા આપી હતી,
જેનું પરિણામ આજે આવતા તેઓ અને તેમના પરિવારમાં ખુશી જોવા મળી રહી છે. અંકિતકુમાર રાજપુત નાનપણથી ભણવામાં હોશિયાર હોઈ તેઓ અભ્યાસ પ્રત્યે ભારે રુચિ ધરાવતા હતા અને તેમની ઈચ્છા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન પરીક્ષા પાસ કરવાની હતી તે આજે સફળ થઈ છે. અંકિત કુમારે અંબાજીનું ગૌરવ વધારેલ છે.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી