આઠમના દિવસે અંબિકા નિકેતન મંદિર ખાતે અંબે માતાજીનો ચલણી નોટો અને 1,151 ચાંદીના સિક્કા સાથે માતાજીનો શણગાર કરવામાં આવ્યો હતો.આઠમના દિવસે બે લાખથી વધુ ભાવી ભક્તોએ માતાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી મંદિરે પહોંચ્યા હતા.
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
હાલ નવરાત્રીનો પવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે સુરત ખાતે આવેલી 55 વર્ષ જૂની અંબિકા નિકેતન મંદિર ખાતે દરરોજ અલગ અલગ પ્રકારનો માતાજીનો શણગાર કરવામાં આવે છે જેના માટે માતાજીનું મંદિરનું સજાવટ માટે બંગાળથી 15 કારીગરો દરરોજ રાત્રે મંદિર અને માતાજીનું શણગાર કરે છે.
આઠમના દિવસ હોવાથી આશરે બે લાખથી વધુ ભક્તો વહેલી સવારથી મોડી રાત સુધી માતાજીના દર્શન કરવા માટે મંદિરે પહોંચ્યા હતા અંબિકા નિકેતન મંદિરમાં માતાજીનો અનોખો શણગાર કરવામાં આવ્યો 1151 ચાંદીના સિક્કા અને ચલણી નોટો સાથે કરાયો શણગાર આઠમના દિવસ હોવાથી કરાયો અનોખો શણગાર બંગાળના 15 કારીગરો દરરોજ કરે છે માતાજીનું શણગાર.