અમદાવાદ શહેરમાં યુવા IPS સફીન હસન દ્વારા ઝોન 2 ડી.સી.પી.તરીકે ચાર્જ લેતાજ ગેરકાનૂની પ્રવુતિ કરતા લોકો ભૂગર્ભમાં,દારૂજુગાર અને ગુનાહિત પ્રવૃત્તિ પર IPS લાવશે અંકુશ પોલીસ કમિશનર ઓફિસની પાછળ આવેલા વિસ્તારમાં કેમિકલ યુક્ત દેશી દારૂની રેલમછેલ પીઆઇ અને એમના નિમાયેલા વહીવટદાર યુવરાજએ બુટલેગરોને માધુપુરામાં દેશી દારૂના અડ્ડાઓ ચાલવાની મંજુરી આપી હોવાની ચર્ચા હેપ્પી બર્થડે અમદાવાદ જાણો વર્લ્ડ હેરીટેજ સિટી વિશે વિગતવાર સરખેજમાં સ્ટેટ મોનેટરિંગ સેલની રેડ પછી પણ સ્થાનીક પોલીસની રહેમરાહે અનેક અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે
IPS સફીન હસને ઈન્ચાર્જ DCP ઝોન 2નો ચાર્જ લેતાની સાથે બુટલેગરો અને વહીવટદારો ઉતર્યા ભૂગર્ભમાં,દારૂ જુગાર અને ગુનાહિત પ્રવૃત્તિ પર IPS લાવશે અંકુશ IPS સફીન હસને ઈન્ચાર્જ DCP ઝોન 2નો ચાર્જ લેતાની સાથે વિસ્તારમાં તમામ બુટલેગરો અને વહીવટદારો ભૂગર્ભમાં ઉતરી ગયા દેશના યુવા IPS સફીન હસનનું નામ પડતાની સાથે જ ગુનેગારોમાં ભય જોવા મળતો હોય છે
ભાવનગરમાં બળાત્કારની ઘટનામાં આરોપીઓને ગણતરીના જ કલાકોમાં હંફાવી દીધા હતા ત્યાર બાદ તેઓની અમદાવાદમાં ટ્રાફિક DCP તરીકે ટ્રાન્સફર થયા બાદ અમદાવાદમાં ટ્રાફિક નિયમો તોડનાર સામે કડક કાર્યવાહી આરંભી હતી તાજેતરમાં જ DCP સફીન હસને અમદાવાદના રેલ્વે સ્ટેશન ખાતે સરપ્રાઈઝ ચેકિંગ હાથધર્યું હતુ તો બીજી તરફ રીક્ષા ચેકીંગ દરમિયાન હથિયારો સાથે આરોપીઓને દબોચી દીધા હતા જો કે યુવા IPSથી માત્ર ગુનેગારો જ નહીં પરંતુ પોલીસ સ્ટેશનના વહીવટદારોમાં પણ ખૌફ જોવા મળી રહ્યો છે
જી હા,હાલમાં અમદાવાદ શહેરના ઝોન 2 DCP જાડેજા રજા પર હોવાથી હાલ ઝોન 2 DCPનો ચાર્જ IPS સફીન હસને આપવામાં આવ્યો છે ત્યારે ઝોન 2 DCPનો ચાર્જ લેતાની સાથે જ શાહપુર,કારંજ,સાબરમતી,માધુપુરા સહિત તમામ પોલીસ સ્ટેશનના વહીવટદારો અચાનક રહસ્યમય રીતે ભૂગર્ભમાં જતા રહ્યા છે
જો કે એક સવાલ તે પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે વહીવટદારોની સાથે બુટલેગરો અને જુગારના ધંધા ચલાવતા ગુનેગારો પણ ભૂગર્ભમાં જતા રહ્યા છે જે અંગે થઈ અમદાવાદ શહેરના નાગરિકોએ DCP સફીન હસનને ઝોન 2 વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકીંગ અને સ્થાનિકો સાથે મિટિંગ કરી સ્થાનિક પોલીસ સ્ટેશનની માહિતી લેવી જોઈએ છે તો બીજી તરફ પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરીઓ તપાસી દરરોજની કામગીરીનું પણ નિરીક્ષણ કરવું જોઈએ છે
જો કે હાલ તો યુવા IPS સફીન હસનનું નામ પડતાની સાથે જ જો માત્ર અમદાવાદના ઝોન 2 વિસ્તારમાં ફફડાટનો માહોલ સર્જાઈ જાય તો અમદાવાદ શહેરમાં તેઓનો દબદબો જોવા મળે તો સમગ્ર શહેરમાં દારૂ અને જુગાર સહિત ગુનાહિત પ્રવૃત્તિ પર અંકુશ આવી શકે છે
રીપોર્ટ નિલેષ ઢીલા