Latest

અમદાવાદમાં સંગીત થેરેપી દ્વારા દિવ્યાંગ બાળકોમાં હર્ષ સાથે સ્મિત રેલાવવામાં આવ્યું.

અમદાવાદ: બાળકના મન સુધી કોઈપણ જાતના ગુંચવાડા વિના અને સીધે સીધા પહોંચવા એક જ વાદ્યમાંથી નીકળતા સુર અને અવાજમાં ક્ષમતા હોય છે. મ્યુજિક થેરાપીની મદદથી જન્મજાત ખામી ધરાવતા બાળકોના વિકાસની સમસ્યા પણ ઉકેલી શકાય છે. વ્યક્તિના વર્તનમા, ભાવનાઓને અભિવ્યક્તિ કરવાના તેમના વલણમાં અને સામાજિક કુશળતાઓમાં પણ મ્યુજિક થેરાપીની મદદથી સારા એવા પરિવર્તન લાવી શકાય છે. મ્યુજિક થેરાપીની મદદથી બોલવામાં પડતી તકલીફો દૂર કરવાની સાથોસાથ વિચારોની આપ-લે કરવામાં રહી જતી ક્ષતીઓ પણ દૂર કરી શકાય છે.

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના સુપ્રસિધ્ધ ગુડવીલ ચેરીટેબલ ટ્રસ્ટ અને સરસ્વતી સંગીત કલાસ દ્વારા સરખેજ ખાતે આવેલી ચિન્મય માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થાના બાળકો માટે મ્યુઝિક થેરેપીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના બાળકો ખુબજ ઉત્સાહિત થઇ સંગીતના તાલે નાચતા અને ગરબા રમતા જોવા મળ્યા હતા. સાથે સાથે માનસિક રીતે દિવ્યાંગ બાળકો, શ્રોતાઓ તથા મહેમાનો માટે હાઇજેનિક ભોજનની વ્યવસ્થા પણ ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. ચિન્મય દિવ્યાંગ સંસ્થાના સંચાલક ડો. ગર્ગ શુકલએ જણાવ્યું હતું કે અમારી સંસ્થાના દિવ્યાંગ બાળકો માટે સરસ્વતી સંગીત કલાસના બાળકો દ્વારા મ્યુઝિક થેરાપીના ભાગરૂપે ભાતીગળ રાસગરબાની જે રમઝટ બોલાવવામાં આવી તેનાથી અમારા બાળકોને અત્યંત ખુશી પ્રાપ્ત થઈ છે. ગરબાના આયોજન બાદ બાળકોને આપવામાં આવેલા હાઈજેનિક ભોજન માટે અમે ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટના આભારી છીએ. સરસ્વતી સંગીત સ્કુલના સંસ્થાપક શ્રી વિક્રમભાઈએ જણાવ્યું હતું કે સામાન્ય બાળકોની જેમ માનસિક રીતે દિવ્યાંગ બાળકો પણ સંગીતનો આનંદ માણી શકે છે, તેમના આનંદની અભિવ્યક્તિ સમજવા આવા મ્યુઝિકલ થેરાપીના કાર્યક્રમ થવા જરૂરી છે. આ સમગ્ર કાર્યક્રમનનું આયોજન શ્રી આશિષભાઈ પટેલ અને સંજયભાઇ શુકલે કર્યુ હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *