Latest

અમદાવાદમાં VHP અને બજરંગ દળ દ્વારા પૂતળું દહન કરી નોંધાવ્યો વિરોધ

 

અમદાવાદ: ઉદયપુરમાં થયેલ કન્હૈયાની હત્યા મામલે VHP અને બજરંગદળ દ્વારા પૂતળું દહન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

રાજસ્થાનના ઉદયપુરમાં ધોળે દિવસે થયેલ કન્હૈયાલાલની હત્યાનો મામલો જેના માટે વિરોધની આંધી આખા દેશમાં પ્રસરી રહી છે અને ઠેર ઠેર આ ઘટના અંગે વિરોધ વ્યક્ત થઇ રહ્યા છે ત્યારે રાજસ્થાનની ઘટનાના ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

સમગ્ર ઘટનાનો અમદાવાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શાહીબાગ નમસ્તે સર્કલ ખાતે વિરોધ કર્યો હતો. આ ઘટનાને જધન્ય ઘટના ગણાવી બર્બર જેહાદ અને આતંકવાના વિરોધરૂપે પૂતળાં દહન કરવામાં આવ્યું હતુ અને વિરોધ દર્શાવ્યો હતો. દેશભરમા તમામ જીલ્લા કેન્દ્રો પર બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.

અમદાવાદ પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી અને ડિટેઇન કરવામાં આવ્યા હતા. રાજસ્થાનના ઉદયપુરમાં ધોળેદહાડે યુવક કન્હૈયાલાલની દુકાનમાં ઘુસીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. ઉદયપુર મા હત્યા પછી હત્યારાઓ દ્વારા ધમકી ભર્યો વીડીયો જાહેર કરવો એ દેશ માટે ચુનોતી છે, જેને ભારતની જનતા, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ક્યારે પણ બર્દાસ્ત નહિ કરે. આ બાબતે બજરંગદળના પ્રમુખ જ્વલિત મેહતાએ વધુ માહિતી આપી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *