અમદાવાદ: અમદાવાદના ઘાટલોડિયામાં આવેલ પાંડવ ઔડા ગાર્ડન ખાતે યોગાભ્યાસનું કરાયું આયોજન.
21મી જૂન એટલે વિશ્વ્ યોગ દિવસ, 21મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાબો દિવસ છે અને આ જ કારણે 21મી જૂન ને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે, યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે, યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનો પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે.
આજે સમગ્ર વિશ્વમાં યોગની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે. ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પ્રેરણાથી ઘાટલોડિયાના જાણીતા યોગ ટ્રેનર કૌશલ સતાપરા અને મિતેષ શાહ દ્વારા ઘાટલોડિયાના પાંડવ ઔડા ગાર્ડન ખાતે યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં શ્રેયાર્થ યુનિવર્સીટીના ડાયરેક્ટર ડો.જયરાજભાઈ પંડ્યા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય દ્વારા યોગાભ્યાસનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં ભારતીય યોગ સંસ્થાન, માનવ પરિવાર તથા રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંગના કાર્યકરો અને ઘાટલોડિયાના રહીશોએ ખુબજ મોટા પ્રમાણ માં હાજર રહી ઉત્સાહ પૂર્વક યોગનું મહત્વ સમજી વિવિધ યોગાસનો નો અભ્યાસ કર્યો હતો.