અમરેલી જિલ્લાની નામાંકિત શૈક્ષણિક સંકુલ કે જ્યાં 11000 જેટલા દીકરા દીકરીઓ અભ્યાસ કરી રહ્યા છે બાલમંદિર થી લઇ અને માસ્ટર ડિગ્રી સુધીના અભ્યાસક્રમો કેમ્પસમાં ચાલી રહ્યા છે આ કેમ્પસના કેમ્પસ ડાયરેક્ટર હસમુખ પટેલ કે જેઓનું વ્યક્તિત્વ શિક્ષણ જગત માટે પ્રેરણા આપનારું બને છે
શાળા કક્ષાએ કંઈક અલગ કાર્યક્રમો કરવા બાળકો માટે કંઈક અલગ સુવિધાઓ અને પ્રોગ્રામો કરવા તેમજ હંમેશા કંઈક નવું કરવાની ટેવ વાળા યુવા કેળવણી કાર્ડ તરીકે પ્રસ્થાપિત થયેલા વિદ્યાસભા સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર હસમુખ પટેલ નો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
વીડિયોમાં હસમુખ પટેલ માથા પર ફરિયું બાંધેલા નજરે પડે છે. અને પોતાના હાથમાં સાવરણો લઈ અને વિદ્યાસભાના ગેટની બારોબાર મેન રોડ પર કચરો સાફ કરતા જોવા મળે છે ઉલ્લેખનીય છે કે આ વિડીયો વહેલી સવારે વિદ્યાસભા ગેટની બહાર નો છે અને વહેલી સવારે હસમુખ પટેલ જ્યારે મોર્નિંગ પોતાના કેમ્પસની બહારના ભાગમાં પાન માવા તમાકુ અને પ્લાસ્ટિકનો કચરો પોતે જોઈ જવાથી જાતે સાવરણો લઈને સફાઈ કરવા લાગી ગયા છે
તેઓની સાથે મોર્નિંગ શાળાના એક પ્રિન્સિપાલ પણ હાજર હોવાનું જાણવા મળેલ છે સંસ્થાના સિક્યુરિટી ગાર્ડ પણ ત્યાં જ હતા અને એ સમયે હસમુખ પટેલે પોતાની પદ અને પ્રતિષ્ઠાને ભૂલીને એક સફાઈ કરનાર માણસ સામાન્ય માણસની જેમ પોતે કચરો સાફ કરતા વીડિયોમાં જોવા મળે છે
આ વિડીયો અને બાળકોને અને શિક્ષણ જગતના લોકોને પ્રેરણા પૂરી પાડનારો બની રહ્યો છે દરેક લોકો જો પોતાની ફરજ સમજીને આવા કાર્યો કરે તો ખરા અર્થમાં સ્વચ્છ ભારત તરફ આપણે જઈ રહ્યા છીએ એવું લાગે છે