કલેકટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષ સ્થાને આયોજન ખંડમાં ભાવનગર જીલ્લામાં બનેલ ૮૬ અમૃત સરોવર અંતર્ગત અમૃત સરોવરના બ્યુટી ફીકેશનની કામગીરી અંતર્ગત બેઠક સી.એસ.આર કંપની/સંસ્થા/દાતા તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તથા તલાટી કમ મંત્રીશ્રી/વહીવટદારશ્રી સાથે યોજાઈ.
જેમાં અલગ અલગ કંપની/સંસ્થા નાં પ્રતિનિધિઓ તેમજ દાતાશ્રીઓ જેમ કે શ્રી નીતેશભાઈ પીંડારીયા સૂઝલોન કંપની, શ્રી જીતેનભાઈ છાગાણી ભાવનગર પોર્ટ, શ્રી ધનંજય કુમાર ગુજરાત હેવી કેમિકલ્સ લી. શ્રી મનસુખભાઈ નીરમા લી. શ્રી ઉદયભાઈ ભટ્ટ શીપ રીસાયક્લીંગ એસોસિયેશન, શ્રી પ્રવીણભાઈ સાપરિયા સુમીટોમો કેમિકલ ઇન્ડીયા લી. કેરેસિલ લી. પ્રતિનિધિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જેઓને કલેકટરશ્રી દ્વારા અમૃત સરોવરના સ્થળ ઉપર બ્યુટી ફીકેશનની કામગીરી જેમ કે વ્રુક્ષારોપણ, ફ્લેગ હોસ્ટીંગ પોલ, બેચવા માટે બાકડા (બેન્ચીસ), સ્ટોન પીચીંગ, બ્લોક પેવીંગ, સ્ટ્રીટ લાઈટ, વોક વે, બાળકો માટે રમત ગમતનાં સાધનો વગેરે માટે સહકાર આપી ગ્રામ કક્ષાએ એક સુંદર અમૃત સરોવરનું નિર્માણ થાય તે બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતા. આ મીટીંગમા જીલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જીલોવા તથા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી શ્રીમતી જયશ્રીબેન ઝરૂ ઉપસ્થિત રહ્યા હતા.