કપિલ પટેલ દ્વારા અરવલ્લી
બાયડ તાલુકાના જીતપુર ગામે આવેલી શૈક્ષણિક સંસ્થા એમ પી શાહ હાઈસ્કૂલ જીતપુર નો 56 મો સ્થાપના દિવસ પહેલી જુલાઈ 2022 ના રોજ શાળાના પટાંગણમાં ઉજવાયો
શાળાના બાળકો દ્વારા રજુ કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત શાળાના ભુતપુર્વ વિદ્યાર્થી અને શ્રેષ્ઠી પંકજભાઈ શાહ દ્વારા સંસ્થાને કોમ્પ્યુટર લેબના નિર્માણ માટે રૂપિયા પાંચ લાખના માતબર દાનની જાહેરાત કરવામાં આવી હતી તેઓ હાલ યુ કે લંડન ખાતે રહે છે દાતાની ગામ પ્રત્યેની લાગણી અને શિક્ષણ પદ્ધતિનો લગાવ જોઈ ઉપસ્થિત સૌ કોઈ લોકોએ તેમની ભાવનાને બિરદાવી હતી શાળાના સ્થાપનાના ઇતિહાસ વિશે વાત કરતાં અગ્રણીઓએ જણાવ્યું હતું કે સને 1967 માં આ શાળાના મકાનનું ખાતમુહૂર્ત વાઘ બકરી ચાના માલિક પિયુષભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શાળાની શરૂઆત ડાૅ. વી એમ શાહ અને પટેલ બેચરભાઈ કાલિદાસના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ પટેલ જીતપુર કેળવણી મંડળના મંત્રી શાહ પંકજભાઈ શાળાના આચાર્ય બીપીનભાઈ પટેલ, તાલુકા સદસ્ય પરમાનંદભાઈ તથા પ્રભાતસિંહ અને મંડળના સભ્યો ગ્રામજનો વગેરેની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઈ ગયો.