Latest

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં નાના માણસની ચિંતા કરીને દેશમાં વિકાસની વણઝાર આદરી છે.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યની વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે  મંત્રી ગજેન્દ્ર સિંહ પરમાર

દિવાળી પૂર્વે સાબરકાંઠા જિલ્લાની જનતાને વિશ્વાસથી વિકાસ યાત્રા નિમિત્તે રૂ. 18.4૩ કરોડના વિકાસ કામોની ભેટ અર્પણ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

    આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વિશ્વાસથી વિકાસયાત્રા ભાગ-૨ અન્વયે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં એ.પી.એમ.સી. હરસોલ ખાતે અન્ન અને નાગરિક સુરક્ષા રાજ્ય મંત્રી  ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં કાર્યક્રમને દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

  દિવાળી પૂર્વે સાબરકાંઠાની જનતાને વિશ્વાસથી વિકાસ યાત્રા નિમિત્તે રૂપિયા 18.4૩ કરોડના ઇ-લોકાર્પણ અને ખાતમૂહૂર્ત ૮૨ કામોની ભેટ મળી છે. જનતાની સુખ-સુવિધામાં વધારો થયો છે.

આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગ (નેશનલ હાઈવે) દ્વારા વિજયનગર ખાતે રૂ. ૪.૫૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર રસ્તાનું ઇ-ખાતમુહૂર્ત, વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગ દ્વારા પ્રાંતિજ ખાતે રૂ.૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સાયન્સ પાર્ક, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રૂ.૨૧ લાખના ખર્ચે ૧૪ કામ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રૂ. ૧.૭૨ કરોડના ખર્ચે ૨૭ કામોનું ઇ-ખાતમુહૂર્ત થયા હતા. જ્યારે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા રૂ.૪.૭ કરોડના ખર્ચે ઈડરના રાવોલ ખાતે નિર્માણ પામનાર ૬૬ કે.વી. સબ સ્ટેશનન, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રૂ. ૨૩ લાખના ખર્ચ ૧૬ કામો,  પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રૂ. ૧.૭૨ કરોડના ખર્ચે થનાર ૨૨ કામોનું ઇ-લોકાર્પણ મહાનુભાવોના હસ્તે થયુ હતું.

આ પ્રસંગે મંત્રી  ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગામડાના નાનામાં નાના માણસની ચિંતા કરીને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ તત્કાલીન સમયે અમલી બનાવી હતી અને વિકાસની વણઝાર આદરી હતી. જેની રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે અને  રોલ મોડેલ તરીકે ડબલ એન્જિનની સરકાર જનતાના સપના સાકાર કરી રહી છે.

ખેડૂતોના કલ્યાણ માટે જ્યોતિગ્રામ યોજના, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, આયુષ્યમાન કાર્ડ, પીવાનું પાણી નલ સે જલ યોજના, શાળાના ઓરડા, પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાલ આવાસ થકી ૨૦૨૪માં કાચા મકાનો પાકા બનાવવાની પ્રધાનમંત્રીની  નેમ છે અને મહિલાઓ માટે સશક્તિકરણના પગલા, વડીલો માટે અંબાજી, પાવાગઢ, ડાકોર, શામળાજી જેવા પવિત્ર યાત્રાધામની શ્રવણ તીર્થ યોજના અમલી બનાવી છે.

સરકારે જનતાને કહ્યું છે તે કર્યું અને અમે જેટલું થશે એટલું કહીશું, તેવો મંત્રીશ્રીએ જનતાને વિશ્વાસ આપ્યો હતો. આ વિસ્તારમાં વર્ષો થી એસ. ટી. ડેપોનો પ્રશ્ન હતો તે હવે હલ થયો છે. અને સાબરમતી નદી ઉપર ચેકડેમ બનાવી આસપાસના ખેડૂતોને પિયત અને વીજળી જેવી સુવિધા ઉપલબ્ધ કરાવી છે.

અને ગ્રામ પંચાયતની વસતીના ધોરણે વિકાસની ગ્રાન્ટ ફાળવીને ગ્રામ વિકાસના કાર્યો કર્યા છે. સૌને દિવાળી પૂર્વે અને નૂતન વર્ષની એડવાન્સમાં શુભેચ્છા પાઠવી હતી.

   આ પ્રસંગે જિલ્લા કલેકટર  હિતેષ કોયાએ સૌને આવકારી વિકાસથી વિશ્વાસ યાત્રા ભાગ ૧-૨ની  જિલ્લાને મળેલ વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી. સમગ્ર વહીવટીતંત્ર દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરી આજથી શરૂ થતા દિવાળી પર્વ અને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે પૂર્વ મંત્રી  વી.ડી. ઝાલા, પૂર્વ ધારાસભ્ય  મહેન્દ્રસિંહ બારૈયા,  મહિલા અને બાળ કલ્યાણ ચેરમેન શ્રી રેખાબા ઝાલા, એપીએમસીના ચેરમેન  સંજયભાઈ પટેલ, શાસક પક્ષના ગણપત સિંહ ઝાલા, તલોદ પ્રાંતિજ પંચાયતના પ્રમુખશ્રીઓ, નગરપાલિકા તલોદના પ્રમુખ દક્ષાબેન, સંગઠન મહામંત્રી  રાકેશભાઈ,, કલ્પેશભાઈ, પ્રાંત અધિકારીશ્રી ડોડીયા,  મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, વિવિધ વિભાગોના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તલોદ અને પ્રાંતિજની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. રાજ્યકક્ષાના અમદાવાદ સાયન્સ સીટી ખાતે મુખ્યમંત્રીના કાર્યક્ર્મને નજરે નિહાળ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *