Latest

અરવલ્લી જિલ્લા ખાતે ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

 

‘માનવતા માટે યોગા’…. થીમ ઉપર યોગ દિવસ ઉજવાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આજે ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી અરવલ્લી જિલ્લા ખાતે પણ કરવામાં આવી રહી છે.“આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત ૨૧મી જૂન ૨૦૨૨ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં થઈ રહી છે. દર વર્ષે અલગ અલગ થીમ ઉપર યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.જયારે આ વખતની થીમ છે…. “માનવતા માટે યોગા”…પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય,સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘની સમક્ષ ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા મંજુર કરવામાં આવ્યો.જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જૂનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.

અરવલ્લી જિલ્લા ખાતે માન. રા. ક. મંત્રી શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગુજરાત રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયા ઉપસ્થિત રહ્યા હતાં, તેમને જણાવ્યું કે,મને જણાવતા ગૌરવ થાય છે કે,
સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે.જેનો અર્થ ‘જોડાણ કરવું” કે “એક કરવું “થાય છે. યોગ એ શરીર અને આત્માના જોડાણનો પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે.યોગમાં શારીરિક ઉપરાંત માનસિક હેલ્થ ઉપર પણ જોર આપવામાં આવે છે.પ્રાણાયામ, અનુલોમ-વિલોમ જેવી બ્રીથિંગ એક્સરસાઈઝથી આપણી રેસ્પિરેટરી સિસ્ટમને કેટલી શક્તિ મળી છે.તે પણ વિશ્વના નિષ્ણાતો પોતે જણાવી રહ્યા છે.


તમામ લોકો યોગને પોતાના જીવનમાં ગ્રહણ કરે જેનાથી એક સ્વસ્થ રાજ્ય અને સ્વસ્થ ભારતની કલ્પનાને સાકાર કરી શકીએ. આકાર્યક્રમમાં માન. રા. ક. મંત્રી શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગુજરાત રાજ્ય.મંત્રી વિનોદભાઈ મોરડીયા,કલેક્ટર ર્ડો. નરેન્દ્રકુમાર મીના, ડીડીઓ સ્વેતા તિવેટિયા, જિલ્લા પોલીસ અધિક્ષક, સંજય ખરાત, ગ્રામ વિકાસ નિયામક બી.ડી. દાવેરા, પ્રાંત અધિકારી અમિતભાઈ પરમાર, રમતગમત અધિકાર હર્ષા ઠાકોર, અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અરવલ્લી ખાતે કે. એન. શાહ હાઈસ્કૂલ ખાતે મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ,પોલીસ, યોગ શિક્ષકો અને બહોળી સંખ્યામાં પ્રજાજને યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા SSC અને HSCની પરીક્ષા આપતા તમામ વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી

ગોધરા, વી.આર. એબીએનએસ, ગોધરા(પંચમહાલ):: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ…

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *