અમિત પટેલ અંબાજી
શક્તિ ભક્તિ એને આસ્થા ત્રિવેણી સંગમ એટલે કે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી વાત કરવામાં આવે તો આજે ગ્રીષ્મ ઋતુ પ્રારંભ થતાં અખાત્રીજ ના દિવસ થી અંબાજી મદિર સમય નો ફેરફાર કરવામાં આવ્યો છે સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે.
અંબાજી માં અંબાનું પ્રાચીન તીર્થ સ્થળ છે દેશ ઉપરાંત વિદેશ થી પણ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે આજે આખાત્રીજ થી બપોરની આરતી નો પ્રારંભ થયો હતો આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
@@@કાચના દર્શનનું અંબાજીમાં વિશેષ મહત્વ@@
શક્તિપીઠ અંબાજીની વાત કરાય તો અંબાજી ખાતે અનેક એવી આદિ અનાદિ કાળથી પરંપરા ચાલતી આવી છે જે અનેક લોકોને હજી સુધી ધ્યાને પણ નથી ખાસ કરીને વાત કરવામાં આવે આખાત્રીજ થી અષાઢી બીજ સુધી અંબાજી મંદિરમાં ત્રણ ટાઈમ આરતી કરવામાં આવે છે
આ સાથે જ બપોરના સમય કાચના દર્શનનું પણ વિશેષ મહત્વ રહેલું છે આજે અંબાજી મંદીર ખાતે મંદિરના પૂજારીઓ દ્વારા અરીસા વડે સૂર્યનારાયણની કિરણો માં અંબાના મંદિરના ગર્ભ ગૃહ સુધી પહોંચાડવામાં આવી હતી સાથે જ બપોરે આરતી પણ કરવામાં આવી હતી આખાત્રીજ લઈ અષાઢી બીજ સુધી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર પણ થયો છે સાથે જ કહી શકાય કે ત્રણ ટાઈમ આરતીની સાથે કાચના દર્શનનું વિશેષ મહત્વ રહ્યું છે લોક દાયકાની વ્યાખ્યા પ્રમાણે માતા સતીના 51 અંશ થયા હતા જ્યારે માં સતીનું હ્રદય અંબાજીમાં પડ્યું હતું ત્યારે હ્રદય અનિયંત્રિત હતું અને હૃદયને નિયંત્રિત કરવા માટે સૂર્યનારાણની ઉર્જા આપવા સૂર્યનારાયણનો આશરો લેવામાં આવ્યો હતો અને સૂર્યનારાયણના પ્રકાશથી માં સતીના હૃદયને ઉર્જા આપવામાં આવી હતી અને તે લોક દાયકાથી ચાલી આવતી આ પરંપરા હજી પણ અકબંધ જોવા મળી રહી છે
આજે આખાત્રીજ નિમિત્તે મંદિરમાં બપોરે પણ આરતી કરી હતી અને કાચના દર્શન એટલે કે કહી શકાય અરીસાનો સહારો લઈ ગર્ભગૃહમાં સૂર્યનારાયણનો પ્રકાશ પાડી આ પરંપરાને સાચવી રાખી હતી ગ્રીષ્મ ઋતુનું પ્રારંભ થતાની સાથે જ માતાજીને બપોરે રાજભોગમાં મધનેલીંબુ શરબતનો રાજભોગ ધરાવવામાં આવે છે અને માતાજીને ત્રણ વાર સ્નાન કરાવવામાં આવે છે ત્યારબાદ તેમનો શણગાર કરી સૂર્યનારાયણ પોતે માતાજીના દર્શન કરવા આવતા હોવાની પણ એક લોક દાયકાની માન્યતા છે..