Latest

આર્મીમાં આહીર રેજીમેન્ટ બની જાય તો ચીનના ભુક્કા બોલાવી દેશે સાંસદ દીનેશલાલ યાદવ

આહીર રેજિમેન્ટની માગણી કેન્દ્ર સરકાર સ્વીકારે એજ રેઝાંગલા યુદ્ધમાં શહીદ ૧૧૪ વીર આહીર જવાનોને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે = હેમંત લોખીલ

ભારતમાં ૨૬ કરોડ વસ્તી આહીર સમાજની છે સેનામાં પણ આહીર સમાજના લોકોનું મોટુ યોગદાન રહ્યું છે તેમ જણાવતા ભાજપ સાંસદ દિનેશલાલ યાદવ ઉર્ફે નિરહુઆ એ લોકસભામાં ચીન સાથે ચાલી રહેલા તણાવ ૫૨ ટિપ્પણી કરતા કહ્યું કે સરકાર દ્વારા ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટ બનાવામાં આવે તો ચીનના ભુક્કા બોલાવી દેશે ઉત્તરપ્રદેશના આઝમગઢ લોકસભા સીટના સાંસદ દિનેશલાલ યાદવે શૂન્ય કાળમાં આ વિષયને ઉઠાવતા કહ્યું કે ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટની લાંબા સમયથી માંગ ચાલી રહી છે

હું સરકાર પાસે માંગ કરી રહ્યો છુ કે સેનામાં ઝડપથી આહીર રેજીમેન્ટ બનાવામાં આવે ઉપરાંત તેમણે કહ્યું કે જે દિવસે આહીર રેજીમેન્ટ બની જશે ત્યારથી ચીન થરથર કાંપવા લાગશે દિનેશલાલ યાદવે વધુમાં જણાવ્યું કે તેનુ કારણ એવુ છે કે વર્ષ ૧૯૬૨ના રેઝાંગલા યુદ્ધમાં ચૌકી ૫૨ ૧૨૪ આહીર જવાનો તૈનાત હતા તેમણે ૧૦૦ કે ૨૦૦ નહીં પણ ૩ હજાર ચીની સૈનિકોનો ખાત્મો બોલાવયો હતો અને ચીને પણ એવુ કહ્યું હતુ કે આ અતિ વીર છે તેમને હરાવવા મુશ્કેલ છે

આ ઉપરાંત સાંસદ દિનેશ લાલ યાદવે કહ્યું કે આહીર રેજીમેન્ટ બનાવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે આહીર રેજીમેન્ટની માંગ યોગ્ય પણ છે કારણ કે કોઈ પણ ક્ષેત્રે જાતિ ધર્મનુ સેનામાં યોગદાનને લઈને રેજીમેન્ટ બનાવામાં આવે છે જો આહીર રેજીમેન્ટ બની જશે તો અમારા લોકો ચીનને દોડાવી દોડાવીને મારશે દિનેશલાલ યાદવે કહ્યું કે આ રેજીમેન્ટ એટલા માટે જરુરી છે કે જેમ કે (રાજપૂત રેજીમેન્ટ)(શિખ રેજીમેન્ટ) છે ભારતમાં આહીર સમાજની ૨૬ કરોડની વસ્તી છે સેનામાં પણ અમારા સમાજના લોકોનુ મોટુ યોગદાન રહ્યું છે

તે ૧૨ ટકા છે જ્યારે આ સમાજના લોકોએ દેશ માટે સર્વોચ્ચ બલિદાન કર્યું ક્યારેય પાછી પાની કરી નથી પછી તે આઝાદીની લડાઈ હોય કે પછી ૧૯૭૧ની લડાઈ હોય કારગિલ જંગ હોય તો પછી તેમની એક અલગ રેજીમેન્ટ શા માટે ન બને સાંસદ દીનેશલાલ યાદવ

રીપોર્ટ નિલેષ ઢીલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *