આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરામાં આઝાદીના અમૃત મહોત્સવ ૭૫ વર્ષ ની ઉજવણી નિમિત્તે સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ધનસુરા પ્રદેશ એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ શ્રી ગોપાલભાઈ ઠેકડી ,મંત્રી શ્રી અતુલભાઈ બ્રહ્મભટ્ટ ,મગનભાઇ પટેલ તથા ધનસુરા ગામના અગ્રણીઓ ,આચાર્ય પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટ ,સર્વે અધ્યાપકો , વહીવટી સ્ટાફ મિત્રો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ હાજર રહી રાષ્ટ્ર ધ્વજને ફરકાવી સલામી આપી હતી.
આઝાદી ના ઇતિહાસ ને યાદ કરી શહીદો તથા રાષ્ટ્ર ઘડતર મા યોગદાન આપનાર ઘડવૈયાઓ ને અંજલિ આપવામાં આવી હતી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓએ દોરેલ ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું.૭૫ થી ઉપર ના નાગરિકો ની વયવંદનના મુલ્ય હેઠળ મગનભાઇ પટેલ,વાલીબેન પ્રજાપતિ તથા મોહન ભાઇ ની કર્મનિષ્ઠા ને સન્માનવામાં આવ્યા હતા ત્યારબાદ પ્રિ.ડૉ. પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત ઉપર જુદા જુદા સમૂહ નૃત્ય રજુ કરી ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે સ્વતંત્રતા પર્વની આનંદભેર ઉજવણી કરવામાં આવી હતી.