Latest

અરવલ્લી જિલ્લાના ૧૦૬૨ મતદાન મથક પર ઇવીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી રવાના

 

અરવલ્લી જીલ્લાની ભિલોડા મોડાસા અને બાયડ વિધાનસભાની ચૂંટણી ને લઈ વહીવટી તંત્ર સજ્જ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ બીજા અને આખરી તબક્કાનું મતદાન આવતીકાલે તા. ૦૫ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ યોજાશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. મોડાસા -૩૧ના ઓબઝર્વર દ્વારા ટુકડીઓને મતદાન સામગ્રી સાથે તેમના સંબંધિત મતદાન મથકો માટે નિયત રૂટમાં થઇ રહેલી રવાનગી માટેની સમગ્ર પ્રક્રિયાનું ઉંડાણપુર્વક નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું.

અરવલ્લી જિલ્લામાં ૧૦૬૨ મતદાન મથક ઉપર ચૂંટણી યોજાશે.અરવલ્લી જિલ્લાની કુલ 3 વિધાનસભા બેઠક પર આવતી કાલે મતદાન છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ ને આખરી ઓપ આપી દેવાયો છે આજે ત્રણે બેઠકો ના કુલ 830,547 મતદારો માટે કુલ 1062 મતદાન મથકો છે

જ્યારે 1360 ઇવીએમ અને વિવિપેટ ની ફાળવણી કરાઈ છે આ સંપૂર્ણ કામગીરી માટે કુલ પરિસાયડીંગ અને નોડલ સહિત 4673 નો સ્ટાફ ફરજ બજાવશે જિલ્લા માં 278 બુથ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ છે.ત્રણે વિધાનસભા બેઠક પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને નિષ્પક્ષ અને ન્યાયિક ચૂંટણી થાય તે માટે 3800 પોલીસ સ્ટાફ સુરક્ષા કવચ પૂરું પાડશે સંપૂર્ણ કામગીરી ને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

જ્યારે આજે વહેલી સવાર થી મોડાસા એન્જીનીયરીંગ કોલેજ ખાતે તમામ પોલિંગ સ્ટાફ ને ઇવીએમ વિવિપેટ અને અન્ય ચૂંટણી લક્ષી મટીરીયલ સાથે જિલ્લા ના તમામ મતદાન બુથો પર રવાના કરવાની કામગીરી હાથ ધરાઈ છે.ચૂંટણીના અવસર પૂર્વ તૈયારી માટે તમામ કર્મચારીઓ પણ સજ્જ બની તેમને ફાળવેલા મતદાન મથક તરફ જવા હર્ષ ઉલ્લાસભેર રવાના થયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકમાં પાણીના સંગ્રહ માટે 303.93 લાખના વિકાસ કામોને મળી સૈધાંતિક મંજૂરી.

ધારાસભ્ય મહેશ કસવાળાની પાણી બચાવાવની અનોખી મુહિમ કૃષ્ણગઢ તળાવ માટે 146 લાખ,…

વઢિયાર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વ્હારે આવ્યા….

એબીએનએસ પાટણ: જિલ્લાના વઢિયાર પંથકમાં શંખેશ્વરનું જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના…

1 of 569

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *