અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
આજે મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર ની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી. જેમાં ધારાસભ્ય જશુભાઇ પટેલે અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરનાં જળસંચય, માર્ગ વિકાસ, વિજળી, શિક્ષણ, રેવન્યુંને લગતા પ્રશ્નોને સાંભળવામાં આવ્યા. જવાબદાર અધિકારીઓ દ્રારા તેમના યોગ્ય જવાબ આપવામાં આવ્યા.
બેઠકમાં જિલ્લાની વિકાસલક્ષી યોજનાઓ જેવીકે પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, અટલ પેન્શન યોજનાઓ ને લઇને ચર્ચા કરવામાં આવી. જિલ્લા વિકાસને લઇને પણ બેઠકમાં ચર્ચાવિચારણા કરવામાં આવી. સેવાસેતું કાર્યક્રમ હેઠળ કરાયેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી.
બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા.
જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા તિવેટિયા , જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ , ધારાસભ્ય જશુભાઇ પટેલ અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતાં.