કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસના ઉમેદવાર જીતી રહ્યા છે ત્યારે ડિસેમ્બર 2022 ની ચુંટણીમાં માધવસિંહ સોલંકી નો રેકોર્ડ તોડવા 150 થી વધુ બેઠકો ભાજપ કબજો જમાવી લે તેમાટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ગુજરાતમાં ચૂંટણી પ્રચારાર્થે સભાઓ કરી રહ્યા છે
તેવીજ રીતે આજે મોડાસા ખાતે મોદી ગ્રાઉન્ડ માં જંગી જનમેદની સમક્ષ ભિલોડા વિધાનસભા ના ભાજપના ઉમેદવાર પી સી બરંડા મોડાસા વિધાનસભા બેઠક ના ભાજપ ના ઉમેદવાર ભીખુસિંહ પરમાર તેમજ બાયડ બેઠક ના ભાજપ ના ઉમેદવાર ભીખીબેન પરમાર આમ કુલ ત્રણ વિધાનસભા બેઠક માટે જંગી બહુમતી થી જીતાડવા માટે આહવાન કર્યું હતું
તેમજ ભાજપ ની ડબલ એન્જીન સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ જેવો કે ૭૦ હજાર કીલોમીટર નું નહેર માળખું તૈયાર કર્યું છે ઘરે ઘરે પાણી પહોંચે એ માટે ઘરે ઘરે નળની સુવિધા કરી છેગુજરાત ને પાણીના સંકટમાંથી બહાર લાવવાનું કામ કર્યું છેપાંચ લાખ રુપિયા સુધી ની દર વર્ષે કોઈ માંદગી આવે તો તેની ચિંતા આ તમારો દિકરો કરે છેજેમા પાંચ લાખ રુપિયાનુ બિલ આ દીકરો ભરે છે આયુષ્ય માન યોજના દુનિયાની સૌથી મોટી યોજના ઘરે થતી સુવાવડ ના બદલે સરકારે સો ટકા પ્રસુતિ હોસ્પિટલમા થાય એ માટે સફળ પ્રયાસ કર્યો ગર્ભવતી મહિલાઓને રોકડ સહાય સીધી મળે એનો પ્રયાસ કર્યો છે
૧૨ લાખ આદીવાસી દીકરીઓનું ઉત્તમ સ્વાસ્થ્ય મળે એનો પ્રયાસ કર્યો છે ઘરે ઘરે ગેસ કન્કેશન અપાવ્યા અમે ધૂંમાડામાંથી મુક્તી અપાવી છે ગાંધીનગર માં સરકાર વાત સાંભળે એની ચિંતા કરી છે ધક્કામાં થી મુક્તી કરી ભૂપેન્દ્ર પટેલે સૂર્યોદય યોજના લાવીને જબરદસ્ત કામ કરી દીવસે વિજળી આપી છે મોડાસા કપડવંજ રેલ્વે વર્ષો બાદ ઉકેલાઈ રહ્યો છે મને ખબર છે આ વખતે ઉત્તર ગુજરાતનો અલગ દેખાય છે
કોગ્રેસની સરકારે પાસે વિજળી લેવા ગયેલા અરવલ્લીના ખેડુતોને ગોળીઓ મારી હતી ત્યારે અમે ખુબજ વિકાસ કર્યો છે ત્યારે હું આશીર્વાદ લેવા આવ્યો છે
ઘરે ઘરે જઈને બધાને કહેવાનું કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા અને ખાસ તમને પ્રણામ પાઠવ્યા છે હું પ્રચાર કરવા નથી આવ્યોમને ખબર છે તમે જીતાડી દેશો સાબરકાંઠા, મહેસાણા પાટણ અને બનાસકાંઠા અરવલ્લી મા સો ટકા કમળ જ છે સૌ ને કહેજો મોડાસા માં નરેન્દ્રભાઇ મોદી આવ્યા હતા બધા ને બે હાથ જોડી પ્રણામ કહ્યા છે
જેથી તેમના બધાના મને આર્શીવાદ મળશે આ ચૂંટણીમાં ભાજપનો તમે જીતાડવા ના છો પણ 2026 માં પણ મને આર્શીવાદ આપજો આ સભામાં ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભાજપ ના અરવલ્લી જિલ્લા ના ત્રણે ઉમેદવાર મોડાસા ના ભીખુસિંહ પરમાર ભિલોડા ના પી સી બરંડા અને બાયડ ના ભીખીબેન પરમાર જિલ્લા સંગઠન ના પ્રમુખ રાજેન્દ્ર પટેલ ઉપ પ્રમુખ ભીખજી ડામોર મહામંત્રી હસમુખ પટેલ ,જગદીશભાઈ ભાવસાર અને હોદ્દેદારો તેમજ અરવલ્લી જિલ્લા ના છ તાલુકામાં થી સંગઠન તેમજ તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા તમામ સદસ્યો પ્રદેશ કિસાન મોર્ચા ના પ્રદેશ અધ્યક્ષ હિતેશભાઈ પટેલ સંગઠન ના પ્રભારી જયશ્રી બેન દેસાઈ , ગીરીશભાઈ જોગણિયા અને આઈ કે જાડેજા સહિત ના અનેક આગેવાની ઉપસ્થિત રહ્યા હતા અને સભા ને સફળ બનાવી હતી