Latest

અરવલ્લી જિલ્લામાં આજથી ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨નો શુભારંભ થયો. જેમાં રાજ્ય અને જિલ્લા કક્ષાના અધિકારીઓ પ્રાથમિક શાળાઓ ખાતે ઉપસ્થિતિ રહી બાળકોનું શાળામાં નામાંકન કરાવ્યું.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લાની 1384 શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાના 6756 કુમાર અને 6345 કન્યાઓ એમ મળીને કુલ 13101 બાળકોને શાળામાં પ્રવેશ અપાવાશે.

રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર મોડાસા તાલુકાના લિંભોઈ, રામપુર (ગઢડા) , વાંટા રામપુર, શામપુર 1 અને શામપુર 2 માં હાજર રહી પ્રવેશોત્સવમાં ભાગ લેશે.
સાંસદશ્રી દિપસિંહ રાઠોડ બાયડ તાલુકાની ગાબટ, ગોટપુર અને પ્રાંતવેલ ખાતે બાળકોને પ્રોત્સાહીત કરવા ઉપસ્થિત રહેશે.જિલ્લા કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મિના મેઘરજ તાલુકાની મેડી, લાખાપુર, કલિયાકુવા 1 ની શાળાઓમાં પ્રવેશોત્સવમાં ભાગ લેશે. તો તેઓ માલપુર તાલુકાની રાસાપુર , લાલાવાડા, ઢુંઢરવાવડી ખાતે પણ હાજરી આપશે. આ ઉપરાંત કલેકટર શ્રી ભિલોડા તાલુકાના વજાપુર, સિલાદ્રી, ટાકાટુકા ખાતે પણ ઉપસ્થિત રહેશે.

આ સાથે જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ વિવિધ ગામડાની શાળાઓમાં હાજરી આપી બાળકોની પ્રવેશોત્સવ કરાવશે. આ કાર્યક્રમથી બાળકોને શાળાએ આવવા ,ભણવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *