કલેકટર ડૉ..નરેન્દ્રકુમાર મિના એ પ્રાથમિક શાળાઓ ખાતે ઉપસ્થિતિ રહી બાળકોનું શાળામાં નામાંકન કરાવ્યું.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાની 1384 શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાના 6756 કુમાર અને 6345 કન્યાઓ એમ મળીને કુલ 13101 બાળકોને શાળામાં પ્રવેશ અપાવાશે.
અરવલ્લી જિલ્લા કલેકટર ડૉ.નરેન્દ્ર કુમાર મિનાએ મેડી, લાખાપુર અને કાલિયાકુવા ખાતે હાજર રહી બાળકોનો શાળામાં પ્રવેશોત્સવ કરાવ્યો. બાળકોને પ્રોત્સાહન આપતા તેમને જણાવ્યું કે શાળામાં ધોરણ 12 સુધી ભણવાની વ્યવસ્થા છે તે સારુ છે. દીકરીને ભણાવો અને દીકરો દીકરી એક સમાનના વિચારને સ્વીકારીને આગળ વધવું જોઈએ.
ડુંગરાળ વિસ્તારના બાળકો શારીરિક મજબૂત હોય છે અને વિપરીત પરિસ્થિતિ માંથી ઉછેર થાય છે ત્યારે આપણા બાળકોને માનસિક અને શારીરિક મજબૂત હોવાથી તેમને સ્પોર્ટ્સ માં મોકલવા જોઈએ. આ બાળકોનો વિકાસ કરીને રાજ્ય અને દેશ માટે યોગદાન આપે તેવા સક્ષમ બનાવવા જોઈએ.
શાળામાં આ કાર્યક્રમ દરમિયાન વૃક્ષરોપણ કરવામાં આવ્યું.કલેક્ટર દ્વારા શાળાના વિકાસ અને બાળકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે શાળાની કમિટી સાથે બેઠક કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.અને જરૂરી પ્રશ્નો સાંભળીને નિરાકરણ લાવવાની બાહેંધરી આપવામાં આવી.મુખ્ય શિક્ષકો અને શાળાના આચાર્યોશ્રી સાથે બેઠક કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ દ્વારા શાળાઓમાં હાજરી આપી બાળકોની પ્રવેશોત્સવ કરાવાયો. આ કાર્યક્રમથી બાળકોને શાળાએ આવવા ,ભણવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું.