આ બે વર્ષમાં જિલ્લાના ચાલતી કુલ ૧૭ જેટલી એમ્બ્યુલન્સ જેને ફૂલ ૧૦૫૨૯ ઈમરજન્સી કેસ અને ૧૩૧૪૭૩ ગામ બેઠા પશુઓને સારવાર આપવામાં આવી.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
આજ તારીખ ૨૨/૦૬/૨૦૨૨ના રોજ ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરેલ ૧૦ ગામ દીઠ ફરતા પશુ દવાખાના કે જે GVK- EMRI દ્વારા કાર્યરત છે, કે જે સફળતા પૂર્વક ૨ વર્ષ પૂર્ણ કરેલ છે. તેની ઉજવણી ના ભાગ રૂપે જિલ્લાના મદદનીશ પશુપાલન નિયામક Dr નિતેશ પ્રજાપતિ સાહેબ, મોડાસા પશુ દવાખાનાના તબીબ Dr સુભાષ પટેલ, GVK EMRI તરફ થી જિલ્લાના પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રદીપ પરમાર તથા સ્ટાફ ની હાજરી માં કેક કાપી ને ઉજવણી કરવામાં આવી હતી.
પશુ પાલકોના જીવન ધોરણમાં તથા પશુઓ ના સ્વાસ્થ માં પ્રગતિમય પગલું ભરી સરકારશ્રીના ખેડૂતો ની આવક માં વધારો કરવાના હેતુ ને વેગ આપવાનું કામ કર્યું છે. જેને ઉપસ્થિત મહાનુભાવો એ બિરદાવ્યું હતું અને પૂરો સહયોગ આપી આ સેવા અવિરત પણે ચાલતી રહે એવી સરાહના પણ કરેલી.