Latest

એસેન્ટ સ્કુલ અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લાની ઈન્ટર સ્કુલ પરેડ કોમ્પિટિશનનું આયોજન કરાયુ.

અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લાની ઈન્ટર સ્કુલ પરેડ કોમ્પિટિશનનું આયોજન એસેન્ટ સ્કુલ અંકલેશ્વર ખાતે કરવામા આવ્યું. જેમાં ભરૂચ જિલ્લાની ૧૦ સ્કુલ ના ૨૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ સમગ્ર આયોજન માં એસેન્ટ સ્કુલના પ્રિન્સિપાલ વિશાલ શાહ દ્વારા સહયોગ કરવામાં આવ્યો હતો. અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ ના સીઈઓ અનુરાગ દુબે ના માર્ગદર્શન હેઠળ અને ટ્રેનેડ ઈન્સ્ટ્રક્ટરો દ્વારા બાળકો ને પરેડ ની શિસ્તબદ્ધ રીતે સુંદર તાલીમ અપાઈ હતી.

જેનું પ્રદર્શન વિદ્યાર્થીઓએ કરી ઉપસ્થિત લોકોના મનમોહી લીધા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભુતપૂર્વ સૈનિક હિરેન ઉપાધ્યાય, અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટ ના જનરલ સેક્રેટરી પ્રકાશચંદ્ર પટેલ તથા એસેન્ટ સ્કુલના પ્રિન્સિપાલ વિશાલ શાહ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. પ્રોગ્રામ ના અંતે વિજેતા ટીમો ને ટ્રોફી તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર્જાનો અનોખો સમન્વય

​આજના આધુનિક યુગમાં જ્યાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ મોટી સમસ્યાઓ બની રહ્યા છે,…

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

જૂના મકાનની બાલ્કનીથી LT પોલને નુકસાન થતાં ખોરવાયેલો વીજ પુરવઠો ગણતરીના કલાકોમાં…

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

મુંબઇ, સંજીવ રાજપૂત, એબીએનએસ: એર મેશલ પીવી શિવાનંદ, એઓસી-ઇન-સી અને સાઉથ વેસ્ટર્ન…

1 of 139

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *