શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું દેશનું 51 શક્તિપીઠ પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે તરીકે ઓળખાય છે.
અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે મજુર કલ્યાણ ટ્રસ્ટ સિધ્ધપુર સંચાલિત આદિવાસી આશ્રમશાળા અંબાજી માં મોતીભાઈ ફાઉન્ડેશન મહેસાણાની રૂપિયા 6 લાખની સહાયથી દોઢ લાખ લીટર વરસાદી પાણીના બીજા ટાંકાનું ઉદઘાટન મહાશિવરાત્રીના પવિત્ર દિવસે તા.18/2/2023 પીઢ સામાજિક અગ્રણી અને પદ્મશ્રી પુરસ્કારથી નવાજીત એવા માલજીભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું.
અતિથિ વિશેષ તરીકે આ પ્રસંગમાં મોતીભાઈ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને મંત્રી શ્રી હસમુખભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી તથા વિસનગરની પ્રખ્યાત જ્યોતિ હોસ્પિટલના સંસ્થાપક ડો. મિહિરભાઈ જોશી, ટ્રસ્ટી લાલજીભાઈ દેસાઈ, વિસનગર જ્યોતિ હોસ્પિટલના વહીવટી અધિકારી એવા રમણભાઈ પટેલ, ઓફિસ સેક્રેટરી કનુભાઈ પટેલ તેમજ વરિષ્ઠ પત્રકારશ્રી મણિલાલ પટેલ વગેરે મહેમાન ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાના ટ્રસ્ટી બંસીભાઈ શાહ અને ઈશ્વરભાઈ પટેલે મહેમાનોનું સ્વાગત અને સન્માન કર્યું હતું કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્યશ્રી ડિમ્પલબેન એમ રાવલે કર્યું હતું.
અંબાજી પ્રહલાદ પૂજારી