આજરોજ વૈશાખ વદ સાતમના દિવસે ભાવનગર શહેરમાં આવેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, અક્ષરવાડીના ૧૭ માં પાટોત્સવની વિધિ સંસ્થાના સદગુરુ સંત પૂ. ઘનશ્યામચરણ સ્વામી, સંતો તથા હરિભક્તોની હાજરીમાં સંપન્ન થઇ.
સવારે ૭ થી ૮ દરમ્યાન વેદોક્ત વિધિથી ભગવાનની પૂજા કરવામાં આવી, ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવ્યું. ત્યારબાદ ભગવાન સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો અને ઉપસ્થિત સંતો, હરિભક્તોએ ઠાકોરજીની આરતી ઉતારવાનો લાભ પ્રાપ્ત કર્યો.
આ પ્રસંગે પૂ. ઘનશ્યામચરણ સ્વામીએ પાટોત્સવનો મર્મ અને મહિમા સમજાવ્યો અને સૌ તને, મને, ધને સુખિયા થાય એવા આશીર્વાદ પાઠવ્યા.
મંદિર પાટોત્સવ ઉપક્રમે આયોજીત પ્રવચનમાળા અંતર્ગત શુક્રવારે રાત્રે ૯ થી ૧૧ પૂ. સોમપ્રકાશ સ્વામી દ્વારા ‘મંદિર : જ્યાં પ્રભુ પ્રગટ છે ‘ એ વિષયક પ્રવચનનો લાભ પ્રાપ્ત થશે. કાલે શનિવારે રાત્રે ૯ થી ૧૧ ગઢડાના કોઠારી સ્વામી પૂ. અધ્યાત્મસ્વરૂપ સ્વામી લાભ આપશે.