સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સરસ્વતી સન્માન તેમજ શ્રેષ્ઠતા સન્માન સમારોહ યોજાયો
વિદ્યાર્થીઓને આગેવાનો દ્વારા શિલ્ડ,મેડલ,મોમેન્ટ આપી સન્માનિત કરાયા
આ પ્રસંગે કારડીયા રાજપુત સમાજના આગેવાનો તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બરવાળા મુકામે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપુત યુવા સંગઠન દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો આઠમો સરસ્વતી સન્માન તેમજ આ વર્ષમાં સરકારી નોકરીમાં નિમણૂંક પામેલ યુવાનોનું શ્રેષ્ઠતા સન્માન સમારોહ-2022 યોજાયો હતો જેમાં નરેન્દ્રસિંહ અસવાર(પ્રમુખ કારડીયા રાજપુત સમાજ ધંધુકા),
ટી. કે. ડોડીયા સાહેબ (નિ.ના.ડે, કલેકટર)
કેતનસિંહ પરમાર(પ્રમુખ ક્ષત્રિય રાજપુત સમાજ બોટાદ),વિજયસિંહ ડાભી(મામલતદાર)
ભગીરથસિંહ વાળા(પીએસઆઈ), અશોકસિંહ વાળા(નાયબ મામલતદાર),ડૉ.દેવેન્દ્રસિંહ રાઠોડ(મેડીકલ ઓફીસર),કમલેશભાઈ રાઠોડ, બળવંતસિંહ મોરી (ભોલાભાઈ) (ઉપ પ્રમુખ બરવાળા નગરપાલિકા), માધવસિંહ પઢિયાર (સમાજ આગેવાન),વનરાજસિંહ ચાવડા (કે.બી.સી.વિજેતા),ટી.કે.ડોડીયા,ચંદુભા રાઠોડ,ઉમેદસિંહ ડોડીયા સહિત કારડીયા રાજપુત સમાજના આગેવાનો,હોદેદારો, કર્મચારીઓ તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ જિલ્લાના બરવાળા મુકામે તા.26/06/2022 ને રવિવારના રોજ બપોરના 3:00 કલાકે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપુત યુવા સંગઠન બરવાળા તાલુકા આયોજીત આઠમો સરસ્વતી સન્માન સમારોહ તેમજ શ્રેષ્ઠતા સન્માન સમારોહનું ઉપસ્થિત સમાજના આગેવાનોના વરદહસ્તે દિપ પ્રાગટય તેમજ સમાજની બાળાઓ દ્વારા પ્રાર્થના કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત આગેવાનોને પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના ઉપસ્થિત દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંગઠન દ્વારા ધો.1 થી 12 ના તમામ ફેકલ્ટીના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ,મેડલ,મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ આ વર્ષમાં સરકારી નોકરીમાં નિમણૂંક પામેલ યુવાનોને શિલ્ડ,પ્રમાણપત્ર,મોમેન્ટ ઉપસ્થિત સમાજ આગેવાનોના વરદહસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.સન્માન સમારોહમાં ઉપસ્થિત સૌ લોકો ગરિમા પૂર્વક રાષ્ટ્રગાન કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
શ્રી ક્ષત્રિય કારડીયા રાજપુત યુવા સંગઠન બરવાળા તાલુકા આયોજીત આઠમા સરસ્વતી સન્માન તથા આ વર્ષમાં નિમણૂંક પામેલ સરકારી કર્મચારીઓના સન્માન સમારોહને સફળ બનાવવા કારડીયા રાજપુત યુવા સંગઠન બરવાળા તાલુકાના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
વ્યસન થી દૂર રહેવા અપીલ કરવામાં આવી.
આ કાર્યક્રમના પ્રાસંગિક પ્રવચનમાં ભગીરથસિંહ વાળા(પોલીસ સબ ઇન્સ્પેકટર) દ્વારા ઉપસ્થિત યુવાનો તેમજ લોકોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરવામાં આવી વ્યસન હોય તો છોડવા પણ જણાવવામાં આવ્યું તેમજ
સમાજના સન્માનવામાં આવેલ તેજસ્વી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.