Latest

અરવલ્લીઃબાયડ તાલુકાના ડેમાઈ ગ્રામ પંચાયતના પેટાપરા ચેહવાના મુવાડા ગામે ચુંટણી બહિષ્કારના લાગ્યા બોર્ડ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આઝાદીના 75 વર્ષ પછી પણ અરવલ્લી જિલ્લાના કેટલાયે ગામડાઓ એવા છે જ્યાં ગામમાં પ્રવેશવાના આજે પણ નકશા ઉપર રસ્તા ઉપલબ્ધ નથી જેના કારણે અબુધ, અભણ, ગરીબ પ્રજા આકસ્મિક આરોગ્ય સમસ્યાઓ સર્જાય ત્યારે 108 જેવી ઇમરજન્સી સેવા પણ તેમના સુધી પહોંચી શકતી નથી

આવી જ એક સમસ્યા અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની મોટા ગજાની ગણાતી ડેમાઈ ગ્રામ પંચાયતના પેટાપરા ચેહવાના મુવાડા ગામે સામે આવી છે
સંપૂર્ણ બક્ષીપંચની વસ્તી ધરાવતું આ ડેમાઈ ગ્રામ પંચાયતનું પેટા પરૂ ચહેવાના મુવાડા ગામે ગામમાં પ્રવેશવાનો કાયદેસરનો કોઈ માર્ગ ન હોવાથી ગ્રામજનોએ ના છૂટકે વિધાનસભા ચૂંટણી ટાણે મતદાન બહિષ્કારનું રણશિંગું ફુંકવું પડ્યું છે.

આ અંગે વધુ પ્રાપ્તિ વિગતો મુજબ ડેમાઈ ગ્રામ પંચાયતના પેટાપરા ચેહવાના મુવાડા ગામે વર્ષોથી છૂટાછવાયા 25 ઘર આવેલા છે આ 25 ઘરના ગ્રામજનોને ગામમાંથી બહાર નીકળવાનું કોઈ કાયદેસરનો માર્ગ ન હોવાથી ના છૂટકે વિધાનસભા ચૂંટણીમાં મતદાન બહિષ્કારનું બોર્ડ લગાવવા પડ્યા છે

આ અંગે ડેમાઈ ગ્રામ પંચાયતના સત્તાવાળાનો ટેલીફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ડેમાઈ ગ્રામ પંચાયતના કેટલાય પેટા પરામાં આ પ્રકારની માર્ગની સમસ્યાઓ આવેલી છે ડેમાઈ ગ્રામ પંચાયત સ્તરેથી જે તે સમયે આ અંગે ઠરાવ કરી લાગતા વળગતા તંત્રને વખતોવખત રજૂઆતો કરવામાં આવી છે.

આ બાબતે અરવલ્લી જિલ્લા કલેકટરે અંગત રસ દાખવી ગ્રામજનોની આ મૂળભૂત સમસ્યાને ઉકેલવા માટે પ્રયત્નો હાથ ધરવા જોઈએ તેવી ગ્રામજનોની પ્રબળ માંગ છે જેથી ચેહવાના મુવાડાના ગ્રામજનો તેમના મત અધિકારના મૂળભૂત હકથી વંચિત ન રહી જાય.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…

1 of 581

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *