અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર બની છે ત્યારે મુખ્યમંત્રી રજૂઆત કરી અને તાત્કાલિક પોલીસ તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માગણી કરી છે અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના ધજીયા ઉંડી રહ્યા છે. રાજુલા પાસે એક યુવાનને રેહસી નાખીને તેના ડેડ બોડીને ઘરે ફેંકી દેવામાં આવે.
ચુંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે પણ પોલીસ કાયદો અને વ્યવસ્થામાં બેધ્યાન બની છે. અમરેલી જિલ્લો ભગવાન ભરોસે ચાલતો હોય તેવું દેખાઇ રહ્યું છે. લોકોના જાન-માલની પોલીસ રક્ષણ કરવાને બદલે પોતાના કામ-ધંધામાં વ્યસ્થ તે પ્રકારનો વ્યવહાર ચાલી રહ્યો છે તેમ લોકોમાં લાગી રહ્યું છે: ૨૦૦ કરોડ ઉપરની ડ્રગ્સ બાબત આ ડ્રગ્સ બનાવનાર કોણ છે? તેની તપાસ કરવાને બદલે પોલીસ ત્યાંથી પોતાને શું મળે તેમ છે દારૂની હેરફેર બેફામ બની છે.
ખનન પ્રવૃતિમાં પણ સરકારનાં કરોડો રૂપિયા ડુબી રહ્યા છે અને લોકોને રેતી મોંઘી મળી રહી છે. આ ખનન પ્રવૃતિમાં મોટાભાગનાં પોલીસની નજીક રહેતા લોકો મોટી હપ્તાખોરી કરીને રેતીનું ખનન કરી રહ્યાં છે. ઇકોઝોનમાં આવતાં વિસ્તારમાંથી પણ રેતી ખનન થઈ રહી છે. ત્યારે પોલીસ શું કરવા માંગે છે?
તે બાબતના વૈધક સવાલો લોકોમાં ચાલી રહ્યા છે. તાજેતરમાં રાજુલા પાસે થયેલા ખુન બાબતમાં પોલીસ બેધ્યાન હોય તેવું તેમના કુટુંબીજનો માની રહ્યા છે. રાજુલાની પોલીસ ઉપર કોઇના દબાણના કારણે સાચી દિશામાં તપાસ થતી નથી તેવું પણ કુટુંબીજનોને શંકા છે. આ બાબતે મને મળેલી દુરવાણી સંદેશા બાબતમાં તેમના થયેલા ખુન બાબતે તેમના કુટુંબીજનો ખુબજ ચિંતામાં છે
પરંતુ પોલીસ ગંભીર ન હોય તેવું તેમને લાગી રહ્યું છે તેથી આ પત્રથી તાત્કાલીક અસરથી આપનું ધ્યાન દોરી રહ્યો છું. પોલીસ પણ સંડોવાયેલી હોય તો પણ તેમનાં ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ૨૦૦ કરોડથી વધારે ડ્રગ્સ બનાવતા અમરેલીમાં બનાવો બાબતમાં એકપણ પોલીસ અધિકારી ઉપર પગલા લેવાયા નથી તે શું સુચવી રહ્યું છે? દસ હજારનો કોઈના પોલીસ સ્ટેશન નીચે દારૂ પકડાય તો પી.એસ.આઇ.ને સસ્પેન્ડ કરવામાં આવે છે,
તેવા નિયમો છે અને 200 કરોડથી વધારેનો ડ્રગ્સ મચમોટી દારૂની હેરાફેરી બાબતમાં કયા પોલીસ અધિકારી ઉપર પગલા લેવાના થાય છે અને તેમ છતા પણ લેવાતા નથી તે બાબતમાં સરકાર કેમ મૌન છે? અમરેલીનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ કેમ મૌન છે? તેવી અનેક પ્રકારની ચર્ચાઓ અમરેલી જિલ્લામાં ચાલી રહી છે.
ત્યારે આપના લેવલેથી આ બાબતમાં કડકમાં કડક કાર્યવાહી કરવા માટે અને યુવાનને જે પ્રકારે રેહસી નાખી તેમનાં ઘરે ડેડ બોડીને ફેંકી દેવા માટેની જેમણે પણ પ્રવૃતિ કરી છે તેમની ઉપર ધોરણસરની કાર્યવાહી કરવા માટે પોલીસને કડક સુચના આપવા પત્રથી જણાવી રહ્યો છુ
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા