શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. આવનારા થોડાજ દિવસમાં ભાદરવી મહાકુંભ અંબાજી ખાતે યોજાવાનો છે
ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી ભાદરવી મેળામા આવતા ભક્તોને દર્શનની કોઈ જ તકલીફ ન પડે તે માટે સુંદર વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી કરવામાં આવી છે ત્યારે અંબાજી મંદિર ને પણ આજે સાંજે સુંદર રોશની લગાવતા આ મંદિર રંગબેરંગી લાઈટો થી ઝમઝમી ઉઠ્યું હતું.
હવે ભકતોને ભાદરવી મહાકુંભ પર્વ શરૂ થયાનો અહેસાસ થઈ રહ્યો છે. આ વખતે ભક્તોની સંખ્યામા વધારો થાય તેવુ લાગી રહ્યુ છે.
અંબાજી પ્રહલાદ પૂજારી