Latest

ભાવનગરના ભંડારિયાના શક્તિધામ બહુચરાજી માતાના પુરાણ પ્રસિદ્ધ સ્થાનકે નવરાત્રિ ઉત્સવ શ્રદ્ધા ભાવથી ઉજવાશે,

 

કોરોનાકાળ બાદ આ વર્ષે ધામધૂમથી આ મહોત્સવ ઉજવવા બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેયારીઓ હાથ ધરી દેવાઈ છે, આજે મંડપ રોપણ વિધિ સંપન્ન  કરવામાં આવી. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બહુચરાજી મંદિરે નવરાત્રિ ઉત્સવની પરંપરા રહી છે જે મુજબ જળજીલણી અગિયારસના એટલે કે આજે માણેક ચોકમાં મંડપ રોપી અને ધ્વજાનું રોહણ કરવામાં આવ્યું. આ સાથે ઉત્સવ સંદર્ભ વિવિધ વિભાગોમાં કામગીરી હાથ ધરાશે. મંડપ રોપણ પ્રસંગે નિજ મંદિરેથી વાજતે-ગાજતે માણેકચોકમાં પહોંચી વિધિવિધાનભેર મંડપ રોપી ધ્વજા ફરકાવવામાં આવી.

અત્રે ઉલ્લેખનીય છે કે3 ભંડારીયા મંદિર ખાતે નવરાત્રીના નવ દિવસ દરમિયાન આજે પણ ડિસ્કો દાંડિયાને સ્થાન નથી અહીંયા માણેકચોકમાં નવ દિવસ માતાજીનું ભજન કીર્તન કરવામાં આવે છે અને ભવાઈ નાટકો ભજવામાં આવે છે, માણેકચોક ની અંદર કોઈપણ વ્યક્તિને ઉચા સ્થાને બેસવાની મનાઈ છેઝ અહીંયા દરેક વ્યક્તિ જમીન પર બેસી અને માણેકચોકમાં ભજવાતા ભવાઈ નાટકોએ નિહાળે છે .

ઉલ્લેખની હશે કે બગદાણાના બજરંગદાસ બાપા આ ભવાઇ નાટકો નિહાળવા માટે ભંડારીયા આવતા હતા અને આ ભવાઇ નાટકોને લઈને દાતાના રાજવીઓ દ્વારા ભંડારીયા ગામથી આવતા યાત્રીકોનો રાજાશાહીના સમયમાં મૂંડકી વેરો માફ કર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *