એકાત્મતા મંત્ર સાથે યોગ નું મહત્વ સબજેલના બંદીઓને સમજાવતા ચીફ કમિશ્નરશ્રી અતુલભાઇ દીક્ષિત.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
હિંમતનગર સબજેલ ખાતે ભારત સ્કાઉટ ગાઈડ અને રોટરી ક્લબ દ્વારા કેદી સુધારાત્મક અભિયાનના ભાગરૂપે કેદી ભાઈઓને યોગ વિષેનો અભ્યાસ કરાવવામાં આવ્યો. આ પ્રસંગે જિલ્લા ચીફ કમિશનર અતુલભાઇ દીક્ષિતે એકાત્મતા નો મંત્ર આપી કેદીઓને એકાત્મતા સાથે યોગ તેમજ આપણા દેશના આદર્શ વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ એકાત્મતા માનવવાદ ના આગ્રહી છે તેનુ મહત્વ સમજાવ્યું હતુ અને તમારા બંધન મુક્ત જીવન માં એકતા અને યોગ તમને અને તમારા પરિવાર માટે સારા નાગરિક બનવાની પ્રેરણા બની રહેશે. યોગ ટ્રેનર અને ગાઈડ કેપ્ટન સોનલબેન ડામોરે લોમ-વિલોમ, ભશ્મિકા,ભ્રામરી જેવા યોગનું પ્રશિક્ષણ આપ્યું હતું. મુખ્ય મહેમાન પદે પધારેલ જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે.ડી. પ્રજાપતિ અને ગાઈડ કમિશનર ભારતીબેન ચૌધરીએ કેદીઓની સાથે યોગ માં ભાગ લીધો હતો. રોટરી ક્લબના પ્રમુખ પ્રશાન્ત વ્યાસે કેદીઓ ને કોઈપણ જાતની તકલીફ હોય તો તેનું નિવારણ કરવા માટે જણાવેલ હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના રમેશભાઈ વાજા , આર્ટ ઓફ લિવિંગના તથા પતંજલિ યોગ ના તેજલ બેન પટેલે યોગના વિવિધ પ્રકારો સમજાવતા જઈ યોગનું પ્રશિક્ષણ આપ્યું હતું. કેદી ભાઈઓની સાથે સબ જેલના અધિક્ષકશ્રી ચાવડા તથા દેસાઈ અને સમગ્ર સ્ટાફે યોગનો
વ્યાયામ કર્યો હતો. છેલ્લે હાસ્ય યોગ બાદ વંદે માતરમ ના ગાન થકી કેદી સુધારાત્મક ઓફિસમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર કેદીઓ આ એકાત્મતા યોગ શિબિર થી ખૂબ જ આનંદીત થયા હતા.