શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી મંદિર ખાતે નવરાત્રી પર્વમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે આજે નવરાત્રી નાં સાતમા નોરતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવ્યાં હતા.
મંદીર પરિસર પણ ભારે ભીડ ને પગલે યાત્રીકો થી ઉભરાઈ ગયું હતું. હાલમા નવરાત્રી પર્વમાં વાહનો લઈને આવેલા યાત્રિકો પણ ભારે ટ્રાફિક જામ ને પગલે હેરાન થયાં હતાં. અંબાજી હાઇવે માર્ગ પર મોટી સંખ્યામાં લોકો ભારે ટ્રાફિક ને પગલે હેરાન થયાં હતાં. અંબાજી ખાતે આજે મોટી સંખ્યામાં ભક્તો દૂરથી દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી