Latest

ભાવનગર ખાતે આઈ.જી. કપ ટેનિસ લીગ ટૂર્નામેન્ટની પુર્ણાહૂતિ

રમત -ગમત જીવનમાં નીતિમત્તા, સ્પોર્ટ્સમેન સ્પિરીટ, એકતા અને જૂથ ભાવનાને પ્રબળ બનાવે છે-રેન્જ આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ
૦૦૦૦૦૦
ટૂર્નામેન્ટમાં વિવિધ કેટેગરીમાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરતા રેન્જ આઇ.જી.શ્રી અને મહાનુભાવો
૦૦૦૦૦૦
ભાવનગર જિલ્લામાં ક્રિકેટ સિવાયની અન્ય રમતોને પણ પ્રોત્સાહન મળે તે હેતુથી ટેનિસ કપ  ટૂર્નામેન્ટનું આયોજન રેન્જ આઇ.જી.દ્વારા કરવામાં આવ્યું હતું.

આ ટૂર્નામેન્ટની પૂર્ણાહુતિ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે,  પ્રાદેશિક નગરપાલિકા કમિશનરશ્રી અજય  દહીંયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

રેન્જ આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવે જણાવ્યું કે, આપણું સદભાગ્ય છે કે, ભાવનગર જિલ્લામાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં ટેનિસ જેવી રમતો માટેના વિશેષ કોર્ટ ઉપલબ્ધ છે.તેમણે ભાવનગરવાસીઓને તેનો વધુમાં વધુ લાભ લેવાં માટે અનુરોધ કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું કે ભાવનગરમાં સ્વાસ્થ્ય પ્રેમીઓ માટે જેસર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને ભાવનગર શહેરની મધ્યમાં આવેલ વિક્ટોરિયા પાર્ક સ્વર્ગ સમાન છે.

રાજ્ય સરકાર દ્વારા સરસ સિન્થેટિક ટ્રેક ભાવનગર ખાતે બનાવી આપવામાં આવ્યો છે ત્યારે તેનો વધુમાં વધુ ઉપયોગ કરીને ટેનિસની નવી પરંપરા શરૂ કરવાની જરૂરિયાત છે. જેની શરૂઆત આ ટૂર્નામેન્ટથી થઈ ચૂકી છે.

તેમણે જણાવ્યું કે, રમતગમતમાં હાર-જીત અગત્યની નથી પરંતુ રમતના મેદાનમાં ઉતરવું એ અગત્યનું છે.રમત -ગમત જીવનમાં નીતિમત્તા, સ્પોર્ટ્સમેન સ્પિરીટ, એકતા અને જૂથ ભાવનાને પ્રબળ બનાવે છે.

સિદસર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલ આ ટૂર્નામેન્ટમાં વિવિધ કેટેગરીમાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

સમગ્ર દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ‘ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ’ ચાલી રહી છે. ‘ખેલેગા ઇન્ડિયા- જીતેગા ઈન્ડિયા’ની આધારે ગુજરાતમાં ‘રમશે ગુજરાત- જીતશે ગુજરાત’ ની તર્જ પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વિવિધ શારીરિક ક્ષમતાનું નિદર્શન કરતી રમતોનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે.

આ તકે સહિતના અધિકારીઓ- કર્મચારીઓ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાં માટે ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરો ચીફ અલ્પેશ ડાભી ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હેઠળના ૧૦ કિલોમીટરના રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી

જૂનાગઢ, સંજીવ રાજપૂત: જૂનાગઢ ધોરાજી રોડ, ધંધુસર રવની રોડ, વંથલી માણાવદર રોડ,…

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 608

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *