Latest

ભાવનગર જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ઝુંબેશ

ઘર- ઘર તપાસ, આરોગ્ય જાગૃતિ, સૂત્ર લેખન, સમાજના અગ્રણી આગેવાનોના સહકારથી જિલ્લામાં વ્યાપક રોગચાળો અટકાવો અભિયાન

ચોમાસાની ઋતુ એટલે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોને ફુલવા- ફાલવાની ઋતુ..આ ઋતુમાં રોગચાળાને વધવા માટેનું મોકડું મેદાન મળી જતું હોય છે. 

આવો રોગચાળો વધતો અટકે તે માટે ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આ ઝુંબેશના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. કોકીલાબેન સોલંકી તથા જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડો. બી.પી. બોરીચાના માર્ગદર્શન હેઠળ તા.૧૧ જુલાઈ થી ૨૦ જુલાઈ સુધી રોગચાળાને ફેલાતો અટકાવવા માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

ચોમાસા દરમિયાન ગામડાઓમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં બાંધકામ વિસ્તારમાં, બાગ બગીચામાં પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધે છે. ત્યારે પાણી ભરાઈ રહે તેવા કુંડા, ટાયરો, ટાંકીઓ વગેરેની સફાઈ હાથ ધરવામાં આવી છે.

આ તમામ સ્થાનો ઉપર સફાઈ અભિયાન હાથ ધરી બિનજરૂરી કચરો દૂર કરી સ્વચ્છ કરવામાં આવશે. ભરાયેલાં પાણીને દૂર કરીને કેમિકલનો છંટકાવ કરવામાં આવશે.

પ્રદૂષિત પાણીમાં એક મચ્છર ૧૫૦ જેટલાં ઈંડા મૂકે છે અને આ ઈંડામાંથી દસ દિવસે મચ્છર બને છે. આ પ્રકારની વૈજ્ઞાનિક માહિતી માટે લોકોને જાગૃતિ કેળવવા માટે લોકોને જાગૃત કરવામાં આવશે.

આ ઉપરાંત  સૂત્ર લેખન દ્વારા જનજાગૃતિ સ્થાનિક કેબલ ટીવી ચેનલોમાં વ્યાપક પ્રચાર વગેરેની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ સમગ્ર ઝુંબેશ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંસ્થાઓ, સામાજિક આગેવાનો, સહકારી મંડળીઓ, પ્રાથમિક શાળાના બાળકો, હાઇસ્કૂલના બાળકો, દૂધ મંડળીઓ વગેરેનો સહયોગ લેવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી  ડો. કોકિલાબેન સોલંકી, જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી ડો. બી.પી. બોરીચા, તાલુકા હેલ્થ ઓફિસરો, તાલુકા હેલ્થ સુપરવાઇઝરો, સુપરવાઇઝર મિત્રો, આરોગ્ય કર્મચારીઓ, આશા ફેસીલીટેટર આશા બહેનો સતત જહેમત  ઉઠાવી રહ્યાં છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *