ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી,પીપરાળી અને ડેડકડી એમ ત્રણ ગામોમાં અને વલભીપુર તાલુકાના હળીયાદ વાવડી,અને પીપળી એમ ત્રણ ગામોમાં પર્યાવરણ જાળવણી જાગૃતિ શિબિરની શરૂઆત ગામમાં પર્યાવરણ પ્રેમીઓ અને સરપંચો સહિતના દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગરના આર્થિક સહયોગથી પરિવર્તન ટ્રસ્ટ ટોકરાળા જી.સુરેન્દ્રનગર દ્વારા આયોજીત પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી પ્રદૂષણના પ્રકારો કારણો અને નિવારણો અને ઘન કચરાનો નિકાલ અને વ્યવસ્થાપન પ્રદ્ધિતીઓ અને ઊર્જા બચાવો વૃક્ષનું જતન કરવુ પાણીનો બચાવો પ્લાસ્ટીકનો ઉપયોગના કરવો ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરવો દરિયાઈ જીવસૃષ્ટિનું મહત્વ પર્યાવરણની
જાળવણી જેવા અલગ અલગ વિષય પર સ્લાઇડ શો,વિડિયો, પ્રશ્નોતરી,અને સાપસીડીની રમત દ્વારા પર્યાવરણ જાળવણીની સમજ આપવામાં આવી તેમજ શિબિરના લાભાર્થીઓનું રજીટ્રેશન કરી કિટનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ આ કાર્યક્રમને સફળ બનાવવા ગામના સરપંચ અને સભ્યો સાથે આંગણવાડી કાર્યકર અને પરિવર્તન ટ્રસ્ટના શંકરભાઈ સોલંકી અને સંસ્થાની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા