છેવાડા ના લોકોના હિત ની ચિંતા કરતી રાજ્ય સરકાર – જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહજી ગોહિલ
આઝાદી નાં અમૃત મહોત્સવ ની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારનાં ૨૦ વર્ષ નાં વિશ્વાસ અને વિકાસની ગાથા રજૂ કરતાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા” નો ભાવનગર જિલ્લાના માલણકા ગામ ખાતે સ્વાગત જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહજી ગોહિલ દ્વારા કરાવવામાં આવ્યું હતું.
ગુજરાત માં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસનાં કામો ને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે
આ યાત્રા દરમ્યાન ભાવનગર જિલ્લામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા” વિવિધ ગામોમાં ફરશે જે અંતર્ગત વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુર્હુત, નવા મંજૂર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ, યોજનાઓનો પ્રચાર પ્રસાર, ફિલ્મ નિદર્શન, સાફલ્યગાથા જેવા લોકાભિમુખ કાર્યકમો હાથ ધરવામાં આવશે
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહજી ગોહિલે વક્તવ્ય માં જણાવ્યું હતું રાજ્ય સરકાર આજે છેવાડાના લોકોની ચિંતા કરીને કામ કરે છે શિક્ષણ, આરોગ્ય, અલગ અલગ દાખલા કઢાવવા જેવા દરેક કામ માટે શહેર સુધી જાવુ ના પડે એવી વ્યવસ્થા હવે ગામડામાં જ કરવામાં આવી છે
આ અવસરે તેમને માલણકા ગામને જિલ્લા પંચાયત વતી કચરો ઉપાડવા માટે ૫ લાખનું ટ્રેક્ટર આપવાની જાહેરાત કરી હતી તેમજ ગામ લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી
આ તકે ઉપસ્થિત ધારાસભ્યશ્રી વિભાવરીબેન દવે એ વકતવ્યમાં જણાવ્યું હતું કે ૨૦ વર્ષ પહેલા ગામડામાં રહેતા લોકોએ “વાળુ ટાણે લાઈટ” માંગી હતી આજે રાજ્ય સરકાર ગામડામાં પણ ૨૪ કલાક લાઈટ આપે છે આથી ગામડામાં શિક્ષણ, આરોગ્ય અને નાના ઉદ્યોગોનો વિકાસ થયો છે. અગાઉના સમયમાં બીજા દેશો વેકસીન શોધે એની રાહ જોવાતી જયારે કોરોનામાં આપડે બીજા દેશોને વેકસીન આપી હતી.
જે કામોનું ખાતમુર્હુત માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર કરે છે એનું લોકાર્પણ પણ કરીએ છીએ આમ વિકાસનાં સમગ્ર તબ્બકામાં રાજ્ય સરકાર દૂરદરાજનાં ગામડાનાં લોકો સુધી પહોંચે છે
કાર્યકમમાં અલગ અલગ યોજનાના લાભાર્થીઓને કીટ આપવામાં આવી હતી. આ ઉપરાંત માલણકા ગામમાં ગટર, પાણીની લાઇન, બ્લોક પેવિંગનું ખાતમુર્હત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. પ્રશાંત જીલોવા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નાં ચેરમેન શ્રી કમુબેન ચૌહાણ, તાલુકાપંચાયત પ્રમુખશ્રી પેથાભાઈ ડાંગર, ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેન્કના ડાયરેક્ટર શ્રી ભુપતભાઈ બારૈયા, તાલુકા સંગઠન પ્રમુખશ્રી રાજેશભાઇ ફાળકી, તાલુકા વિકાસ અધિકારીશ્રી પી. કે. રાવત સહિત નાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.