ઉપરવાસ અને જિલ્લામાં વિતેલા 3 દિવસથી વધુ વરસાદ હોવાથી તાપી નદીમાં નવા નીર આવ્યા. કોઝવેની સપાટી ૫.૬૧ મીટરે પહોંચી ભય જનક સપાટીથી માત્ર ૦.૩૯ મીટર થોડીક દૂર છે..
ઉપરવાસમાં અને જિલ્લામાં વધુ વરસાદથી તાપી નદીના સ્તરમાં વધારો થયો હતો. વિયર કમ કોઝવેની સપાટી ૫.૬૧ મીટર પહોંચી ગઇ હતી. જો કે રવિવારે વરસાદના વિરામ વચ્ચે સપાટીમાં ઘટાડો શરૂ થયો છે. હાલની ભયજનક સપાટી માત્ર ૦.૩૯ મીટર દૂર છે. જ્યારે ઉકાઇ ડેમની સપાટી બપોરે ૧૨: ૦૦ કલાકે ૩૧૫.૫૪ ફૂટ નોંધાઇ હતી. ઇનફલો-આઉટફલો ૧ હજાર ક્યુસેક છે.ભયજનક સપાટી ક્રોસ કરશે તો કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાશે.અધિકારીઓ પણ સતત રાઉન્ડ ધ ક્લોક માહિતી મેળવી રહ્યા છે..
સુરતમાં તાપી નદીમાં નવા નીર આવ્યા
કોઝવે ની સપાટી ૫.૬૧ મીટરે પહોંચી
ભયજનક સપાટી થી માત્ર ૦.૩૯ મીટર દૂર
ભયજનક સપાટી ક્રોસ કરશે તો કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરાશે
અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક માહિતી મેળવી રહ્યા છે