Latest

બિપરજોય’ ત્રાટકે તે પહેલાં તૈયારીઓ કરી સજ્જ બનતી ભારતીય સેના

અમદાવાદ: ભારતીય સૈન્યએ કુદરતી આપદાના સમયે લોકોને થનારી સંભવિત મુશ્કેલીઓને હળવી કરવાના પોતાના મક્કમ સંકલ્પને અનુરૂપ, ગુજરાત તરફ આવી રહેલું ભયંકર ચક્રવાત બિપરજોય જમીન વિસ્તારમાં ત્રાટકે તે પછી સ્થાનિકોને સહાય પૂરી પાડવા માટે તૈયારી કરી લીધી છે.

ભુજ, જામનગર, ગાંધીધામ, ધ્રાંગધ્રા, વડોદરા અને ગાંધીનગર ખાતે તેમજ નલિયા, દ્વારકા અને અમરેલીમાં સમુદ્રકાંઠા તરફના સ્થળોએ પૂર રાહત કોલમનું રિહર્સલ કરવામાં આવ્યું છે અને તેને તૈયાર રાખવામાં આવ્યા છે.

સૈન્ય સત્તાધીશોએ નાગરિક પ્રશાસન તેમજ NDRF સાથે સંયુક્ત રીતે રાહત કામગીરીનું આયોજન કર્યું છે. આ સંવાદથી આપદા વ્યવસ્થાપન સાથે સંકળાયેલી તમામ એજન્સીઓને તેમની શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાનપ્રદાન કરવા અને એકબીજા પાસેથી લાભ મેળવવા માટે એક પ્લેટફોર્મ મળ્યું છે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ભારતીય સેનાના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી અને કટોકટીના સમયે સંપૂર્ણ સમર્થનનું વચન આપ્યું હતું.

તોફાની પવનો અને ભારે વરસાદના પગલે ઓછું નુકસાન થાય તેની ખાતરી કરવા માટે પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી પણ સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અત્યંત જટીલ સર્વાઇકલ સ્પાઇન સર્જરી સફળતાપૂર્ણ પૂર્ણ કરી દર્દીને નવજીવન બક્ષતા સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી

વિસનગર, સંજીવ રાજપૂત: અડેરણ તા. દાંતા ના વતની 60 વર્ષીય પ્રવીણભાઈ બાબુલાલ મોદીને…

રાજ્યના દૂર-દરાજના અંતરિયાળ ગામો સુધી એફોર્ડેબલ અને હાઈક્વોલિટી મોબાઈલ એન્ડ ડિજિટલ સર્વિસ મળતી થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાતમાં વધુને વધુ અંતરિયાળ વિસ્તારના ગામોને વડાપ્રધાન…

1 of 557

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *