Latest

ભાજપાના કાર્યકર્તા પોતાની તાકાતનો ઉપયોગ સામાજીક કામો માટે કરી રહ્યા છે તે ખૂબ સરહાનીય તેમજ વિશિષ્ટ બાબત છે: સી.આર.પાટીલ

ગાંધીનગર: ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના કાર્યકાળને 2 વર્ષ પુર્ણ થયા અંગે પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે અગત્યની પ્રદેશ બેઠક યોજવામાં આવી હતી. આજની આ બેઠકમાં ભાજપના પ્રદેશ હોદેદારશ્રીઓ, મોરચાના પ્રદેશ હોદેદારશ્રીઓ,વિવિધ સેલના અને પ્રદેશ વિભાગના પ્રદેશ સંયોજકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલએ ઉપસ્થિત સૌ પદાધિકારીશ્રીઓને સંબોધતા જણાવ્યું કે, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ એ કોઇ પદ કે પ્રતિષ્ઠાની બાબત નથી પરંતુ આ પક્ષની જવાબદારીની એક વ્યવસ્થા છે.

પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલએ જણાવ્યું કે, મારા 2 વર્ષના કાર્યકાળ દરમિયાન ગુજરાત ભાજપાએ વિઘાનસભાની પેટાચૂંટણીઓ,સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં જે ભવ્યાતીભવ્ય વિજય મેળવ્યો છે તે ગુજરાત ભાજપના કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમનુ પરિણામ છે. સંગઠનાત્મક પ્રક્રિયામાં વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દુર્દેશીભર્યા નિર્ણયોને કારણે અમુક મહત્વના નિર્ણયો લઇને આગામી 25-30 વર્ષના ગુજરાત ભાજપના સંગઠનને ધ્યાને રાખીને રોડ મેપ નક્કી કરવામાં આવ્યો છે

 

તે અંતર્ગત સંગઠનમાં એક વ્યક્તિને એક થી વધુ જવાબદારી નહી,એક પરિવારમાંથી એક થી વધુ વ્યક્તિને જવાબદારી નહી, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ત્રણ ટર્મથી વધુ ચૂંટણી જીતેલ અથવાતો 60 વર્ષની વય મર્યાદાને ધ્યાનમાં રાખીને ટિકીટોની વહેચણી કરવામાં આવી હતી.

પેજ સમિતીના અભેદ શસ્ત્રના કારણે 8 વિઘાનસભામાં યોજાયેલ પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય સાથે સાથે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં 90 ટકાથી વઘારે બેઠકો સાથે ગુજરાતમાં ભાજપાનો ભવ્ય વિજય થયો છે.

આ બધુ જ કાર્યકર્તાઓના અથાગ પ્રયત્ન અને વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રત્યેની લોકલાગણી, જન ચાહનાનો પડધો છે. પેજ સમિતી અને બુથ સમિતીનો કાર્યકર્તા જન સંપર્ક કરીને પ્રજાની ગેર સમજ દુર કરીને પાર્ટીએ જાહેર કરેલ ઉમેદવારને બહુમતીથી જીતાડવાનો જે પ્રયત્ન કરે છે તે ખરેખર વંદનીય અને અભિનંદનીય છે.

સી.આર.પાટીલએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ટેકનોલોજીને લગતી દુરંદેશી વિશે જણાવતા કહ્યુ કે મોદીજી હરહંમેશ કહે છે કે આગામી ચૂંટણીઓ ટેકનોલોજી આધારીત લડાશે. ભાજપાનો કાર્યકર્તા ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ કરીને સરકારના વિવિધ પ્રજાકીય કામો તેમજ સરકારની વિવિઘ પ્રજા લક્ષી યોજના જન જન સુઘી પહોંચાડવાની હાંકલ કરી હતી અને જણાવ્યું કે, ભાજપાનો કાર્યકર્તા પોતાની તાકાતનો ઉપયોગ સામાજીક કામો માટે કરી રહ્યો છે તે ખૂબ સરહાનીય તેમજ વિશિષ્ટ બાબત છે.

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે દેશની વિવિધ રાજકીય પાર્ટીઓ અંગે કટાક્ષ કરતા જણાવ્યું કે આપણી તમામ વિરોઘી પાર્ટીઓ એ માત્ર ને માત્ર એક પરિવારની કે એક પ્રદેશની પાર્ટી બનીને રહી ગઇ છે ત્યારે ભાજપા વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિશ્વની સૌથી મોટી રાજકીય અને રાષ્ટ્રીય પાર્ટી બની ગઇ છે તેના કારણે દેશના લોકોની અપેક્ષા પણ ભાજપાથી ખૂબ વઘી ગઇ છે. આપણે દેશના વિકાસ – રક્ષણ – સુરક્ષા – લાંબા ગાળાના આયોજનો થકી દેશવાસીઓની સેવા કરવાનો સંકલ્પ કરીને દેશના લોકોના ભવિષ્ય માટે, બાળકો માટે, દેશ માટે સતત મજબૂતાઇ થી કાર્યશીલ રહીએ તેવી અપીલ સૌને કરી હતી.

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પેજ કમિટીની વૈજ્ઞાનિક ફોર્મ્યુલા સૌને દર્શાવતા જણાવ્યું કે, વિઘાનસભા દીઠ પેજ સમિતીનું કાર્ય પરીપુર્ણ કરીને આપણે દરેક બેઠક 50 હજારથી વધુની લીડથી જીતી શકીએ.

આ પ્રદેશ બેઠકમાં પ્રદેશ પદાધિકારીશ્રીઓ,સર્વેશ્રી ગોરઘનભાઇ ઝડફીયા, સુરેન્દ્રભાઇ પટેલ, જયંતીભાઇ કવાડીયા, આઇ.કે.જાડેજા, વિનોદભાઇ ચાવડા, નંદાજી ઠાકોર, શ્રીમતી વર્ષાબેન દોશી, મહેશભાઇ કસવાલા,શ્રીમતી ભાવનાબેન, મોહસીનભાઇએ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલએ સાથે રહીને સતત બે વર્ષથી કરેલ સંઠનાત્મક કાર્ય વિશે પોતાના અનુભવ સૌ પદાધિકારીશ્રીઓ સમક્ષ રજૂ કર્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *