Latest

“રક્તદાન એ સૌથી મોટુ દાન છે.” અરવલ્લી જિલ્લામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સ્વૈચ્છિક રક્તદાનની અપીલ

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી –

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લીની જાહેર જનતાની સુખાકારી માટે પ્રયત્નશીલ છે. જેમાં સમગ્ર ભારતમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રક્તદાન અને બ્લડ બેન્ક માટે આગવું સ્થાન ધરાવે છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મોડાસા દ્વારા નિયમિત સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજવામાં આવે છે.

રક્તદાન શિબિરથી એકઠા કરવામાં આવતા રક્તથી થેલેસેમિયાગ્રસ્ત બાળકો તથા અન્ય દર્દીઓને લાભ પહોંચાડવામાં આવે છે. અરવલ્લીમાં રેડક્રોસ સંચાલિત બ્લડ બેન્ક ન હોવા છતાં જરૂર પડે ત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળકો તથા અન્ય દર્દીઓને અન્ય જિલ્લાની રેડ ક્રોસ બ્લડ બેંકમાંથી રક્ત પૂરું પાડવામાં આવે છે.

આગામી સમયમાં સમગ્ર અરવલ્લી જિલ્લામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવનાર છે.જેમાં અરવલ્લીના યુવાનો અને જનતાને સ્વૈચ્છિક રક્તદાન કરવા અપીલ કરવામાં આવે છે.રેડક્રોસ સોસાયટી સોશિયલ મીડિયા દ્વારા અપીલ કરી ઓનલાઇન લિંકથી સ્વૈચ્છીક રક્તદાન કરે તેવી અપીલ કરવામાં આવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *