ધારપીપળા તાલુકા રાણપુર ખાતે તારીખ ૭/૧/૨૦૨૬ ના રોજ ધારપીપળા ગામ સમસ્ત સનાતન હિંદુ ધર્મની સર્વ સમાજની જરૂરિયાતમંદ એકશઠ દીકરીઓનૉ 11 મો સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને સાથે જેને રાણપુર તાલુકા નો મીની કુંભ મેળો કહી શકાય એવો સહુ થી મોટો લોક મેળો યોજાશે
આ સમૂહ લગ્ન મહોત્સવ અને લોક મેળા ના મુખ્ય આયોજક શ્રી જેમાંભાઈ ધરજીયા એ જણાવ્યું કે આ સમૂહ લગ્નમાં એકસઠ દીકરીઓના સમૂહ લગ્ન ઉત્સવ થશે તેમ જ આ સમૂહ લગ્ન માં અંદાજે પંચોતેર હજાર થી વધુ ભાવિક ભક્ત જનો આવનાર છે અને એક અંદાજ મુજબ પચાસ હજાર થી વધુ ભક્ત જનો ભોજન પ્રસાદ લેશે તેવું આયોજન કરેલ છે.
આ સમૂહ લગ્ન ની વિશેષતા એ છે કે 15 ગામના માતાઓ બહેનો સવારથી ત્યાં આવી જશે અને સાંજ સુધી સતત કીર્તન આરાધના નો કાર્યક્રમ કરશે એ સિવાય બીજો વિશેષ કાર્યક્રમ એ છે કે લગ્ન સ્થળમાં માં અંદર દાખલ થાવ ત્યાં જમણા હાથે સવાર સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી સળંગ અખંડ સંતવાણી ભજન નો કાર્યક્રમ ચાલુ રહેશે.
તેમજ આ ગામના જ પૂજ્ય હરિરામ બાપુ દેસાણીને પૂછતા જણાવે છે કે આ સમૂહ લગ્ન મહોત્સવ ના ઉદઘાટક અને અધ્યક્ષ તરીકે શ્રી વીરભૂષણ ધર્મ રક્ષક શ્રી વિજયસિંહ બાપુ દાદાબાપુ ધામ પચ્છમ રહેશે તેમજ આ કાર્યક્રમમાં આવનાર પરમ પૂજ્ય સંતો મહંતો જેમાં મહામંડલેશ્વર 1008 શ્રી પતિત પાવનદાસજી મહારાજ નાગનેશ ધામ તેમજ મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી નિર્મળદાસજી મહારાજ કાપડીયાળી તેમજ સેવા ભૂષણ મહંત શ્રી શાંતિલાલ અઢીઆખરી મેલડી માં લીમડી તેમજ સેવાના ભેખધારી એવા શ્રી ગોપાલદાસજી મહારાજ અઘોરી મસાણી મેલડી માનુ મંદિર ગોધાવટા એમજ સનાતન સેવા ન ભેખધારી શ્રી પ્રવીણ સિંહ ગોહિલ જેઓ સમગ્ર કાર્યક્રમ નું સંકલન અને સંચાલન અને આયોજન નું માર્ગદર્શન કરશે તેઓ ખાસ ઉપસ્થિત રહેશે તેમજ તેઓ શ્રી એ વધુમાં જણાવેલ કે નાના બાળકો માટે અને કિશોરો માટે એક આનંદ મેળા ની પણ મોટી વ્યવસ્થા કરવામાં આવી છે
તે સિવાય આ કાર્યક્રમમાં આખો દિવસ 400 જેટલા નાના મોટા વેપારીઓ પાથરણા લઈ અને ત્યાં પોતાની વસ્તુ લાવી અને વેપાર કરશે અને સાથે સાથે આ લગ્ન મહોત્સવ આવા જરૂરિયાતમંદ લોકો ને રોજગારી માટે ઉપયોગી થશે તેમજ તેઓ શ્રી એ વધારેમાં જણાવેલ કે છેલ્લા એકવીસ વરસ થી પૂજ્ય બજરંગ દાસ બાપા ના ભંડારો કરે છે એક સર્વે મુજબ બજરંગ દાસ બાપા ના ભંડારા નિમિતે બગદાણા પછી સમગ્ર ગુજરાત માં આ બીજા નંબર ના મોટો કાર્યકમ થવા જઈ રહ્યો છે.તેમજ સમગ્ર ગુજરાત માં થી આ મીની કુંભ માં અંદાજે ૫૦૦ જેટલા સંતો પણ પધારવા હોય હાલ તેની તૈયારી પૂર જોશ માં ચાલી રહી છે.

















