Latest

બોટાદ જિલ્લાના નીડર પત્રકાર રઘુવીર મકવાણાનો આજે જન્મદિવસ

ANI, AajTak અને ZEE ૨૪ કલાક ન્યુઝ ચેનલ સાથે સંકળાયેલા પત્રકાર રઘુવીર પર શુભેચ્છાઓનો ધોધ વછૂટયો

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલથી લઈને અનેક રાજકીય મહાનુભાવો,ઉચ્છ પોલિસ અધિકારીઓએ પાઠવી શુભકામનાઓ

પત્રકાર જગતમાં હાલમાં સોશિયલ મીડિયાના વધારે ઉપયોગ ને લઈને અનેક યુ ટ્યુબ ચેનલો કે લોકલ પેપરો આવી રહ્યા છે. આ ક્ષેત્રમાં જ્યારે એન્ડ્રોઇડ મોબાઈલ નો પગ પેસારો થયો ન હતો એ સમયે જેમને કી પેઈડ વાળા મોબાઈલ વડે બ્રેકિંગ ન્યુઝ આપવામાં ફાવટ હતી અને જેમને નક્કી જ કરી લીધું હતું કે પત્રકાર જગતમાં જંપલાવી ને લોકોના પ્રશ્નનો ને વાચા આપવી

એવા રઘુવીર મકવાણા નો આજે જન્મદિવસ છે. મૂળ ઢસા જેવા નાના ગામમાંથી આવે છે અને સામાન્ય પરિવાર માંથી આવે છે છતાં આ યુવા પત્રકાર ની અથાક મહેનત અને સતત નવું શીખવાની ધગશ રાત કે દિવસ જોયા વગર સમાચાર ના કવરેજ માટે પહોંચી જવાનું આ જ મહેનત આજે ફ્ફળી છે

તે માં નવાઈ નહિ. ANI ઇન્ટરનેશનલ ન્યુજ એજન્સી,AajTak નેશનલ ન્યુઝ ચેનલ અને ZEE ૨૪ કલાક જેવી મોટી ન્યુઝ ચેનલ સાથે સંકળાયેલા છે સાથે સરકાર ની પણ માહિતી એજન્સીઓ માટે કામ કરી રહ્યા છે. રઘુવીર મકવાણા પત્રકાર સાથે એક મજાનો મિત્ર પણ ખરો જ એમાં ના નહીં. ઢસા માં હાજર હોય કે ન હોય પણ ઢસા થી પસાર થવાનું થાય ને એમને ખબર પડે એટલે મહેમાનગતિ કરાવ્યા વગર છૂટકો કરે નહિ એ પાકું.

એમના ઉપર લખવા કરતા એની મિત્રતા માણવામાં આવે તો જ સમજાય. પત્રકાર જગતમાં બોટાદ જિલ્લા સાથે ગુજરાત માં ખૂબ સારી એવી નામના તેમને ઉભી કરી છે. સાથે જ સરકારી ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ હોય કે રાજકીય ક્ષેત્રના મંત્રીઓ હોય રઘુવીર મકવાણાનું નામ તેમના માનસપટ ઉપર હોય નહીં તેવું બને નહિ. પોતાના મળતાવડા અને હસમુખા સ્વભાવ થી નવા આવેલા અધિકારીઓ સાથે પણ મિત્રતા કેળવી સતત મદદ માટે તત્પર રહેતા હોય છે રઘુવીર. આજે પોતાના જન્મદિવસ નિમિત કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવી સામાજિક કાર્યો સાથે પોતાના જન્મદિવસ ની ઉજવણી કરશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ-૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે ટ્રાફીક એજ્યુકેશન કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ…

1 of 575

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *